તારક મહેતા..શૉનાં રોશન ભાભીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ થઇ ગયું છે એક્ટિવ

03 January, 2021 03:59 PM IST  |  Mumbai | Chirantana Bhatt

તારક મહેતા..શૉનાં રોશન ભાભીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ થઇ ગયું છે એક્ટિવ

જેનિફર મિસ્ત્રી બંસીવાલ

સબ ટીવી પર આવતો સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. આ શૉએ તાજેતરમાં 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શૉના એકે એક પાત્રને અઢળક પ્રેમ મળે છે. થોડા સમય પહેલાં ગુજરાતી મિડ ડે ડૉટ કોમે તમને જણાવ્યું હતું કે રોશન ભાભીનો રોલ ભજવનારાં જેનિફ્રર મિસ્ત્રી બંસીવાલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થઈ ગયું હતું અને તે પોતાનું એકાઉન્ટ ઑપરેટ કરી શકે તેમ નહોતું. જો કે તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે આખરે નવા વર્ષની શરૂઆત સાથે તેમનું એકાઉન્ટ ફરી એક્ટિવ થયું છે અને તેઓ પોતાનું એકાઉન્ટ જાતે ઓપરેટ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, "એકાઉન્ટ હૅક થઇ ગયું પછી હું મારા ફેન્સ સાથે કનેક્ટેડ નહોતી રહી શકતી અને મને  એ વાતનો વસવસો હતો કે કોઇ ખોટી રીતે મારા એકાઉન્ટનો ઉપયોગ કરશે તો શું. આઠ ડિસેમ્બરથી મારું એકાઉન્ટ હૅક થયું હતું અને હવે ફાઇનલી સાઇબર ક્રાઇમ એક્સપર્ટની મદદથી મારું એકાઉન્ટ રિસ્ટોર થઇ ગયું છે."

જ્યારે તેમનું એકાઉન્ટ હૅક થયું ત્યારે આ વાતની જાણકારી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડૉ હાથીની પત્નીના રોલમાં જોવા મળેલી કોમલ ઉર્ફે અંબિકા રંજનકરે આપી હતી.

વળી હજી જ્યાં સુધી જેનિફર તેમનું એકાઉન્ટ ઓપરેટ કરી શકે તેમ નહોતું ત્યારે ફેન્સને કોઇપણ પ્રકારની ગેર સમજથી દૂર રાખવા માટે ફરી એકવાર અંબિકા રંજનકરે જેનિફર તરફથી ચાહકોને આ મેસેજ મોકલ્યો હતો.

જેનિફર મિસ્ત્રી બંસીવાલે તેમના ફેન્સ માટે ખાસ એક લાઇવ કર્યું હતું અને પોતાના એકાઉન્ટ હૅક થવાની વિગતો શૅર કરી હતી.

જેનિફર મિસ્ત્રી બંસીવાલ એક બહુ જ લવિંગ અને કૅરિંગ પર્સનાલિટી છે જે તેમની સ્ક્રીન પ્રેઝન્સમાં પણ દેખાઇ આવે છે. તેઓ તેમના ફેન્સ સાથે સતત કનેક્ટેડ રહેતા હોય છે. 



taarak mehta ka ooltah chashmah television news tv show indian television