TMKOC:તારક મહેતાની રીટા રિપોર્ટર Covid-19 પૉઝિટીવ, ઈન્સ્ટા પર કર્યુ શૅર

29 September, 2020 07:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

TMKOC:તારક મહેતાની રીટા રિપોર્ટર Covid-19 પૉઝિટીવ, ઈન્સ્ટા પર કર્યુ શૅર

પ્રિયા આહુજા રાજડા

નાના પડદાનો સૌથી પ્રખ્યાત અને કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ દર્શકોનો 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ શૉના દરેક પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક જગ્યા બનાવી લીધી છે. આ શૉની ખાસ વાત એ છે કે શૉના બધા કલાકારોની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. શૉમાં જેઠાલાલ અને દયાબેનના પાત્રએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. હાલ આ સીરિયલે 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગયા અઠવાડિયે જ તારક મહેતા શૉના 3000 એપિસોડ પૂરા થયા છે અને આ અવસરે મેકર્સે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.આજે અમે વાત કરી રહ્યા છે, પ્રિયા આહુજા રાજડા વિશે જેણે આ શૉમાં રીટા રિપોર્ટરનો રોલ ભજવ્યો હતો.

કોરોના વાઇરસનો ચેપ ક્યારે કોને લાગી જાય તે કહેવું મુશ્કેલ છે. લોકો ગમે તેટલી તકેદારી રાખે તો પણ સંક્રમિત થઇ જવાના કિસ્સા બન્યા છે અને આવું જ કંઇક તારક મહેતા શૉમાં રીટા રિપોર્ટરનો રોલ કરનારી પ્રિયા આહુજા રાજડા સાથે થયું છે. તેણે આજે જ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે તેનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. પ્રિયા આહુજા રાજડાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરીને આ વાતની જાણકારી આપી છે અને લખ્યું છે કે મારું કર્તવ્ય છે કે હું તમને બધાને જાણ કરું કે મારો કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે અને વાઈરસના લક્ષ્ણો જોવા મળ્યા છે. પણ હું ઠીક છું. હું બીએમસી ડૉકટરો દ્વારા પ્રદાન કરેલી સૂચનાનું પાલન કરું છું. હાલ હું હૉમ ક્વૉરન્ટીન છું. જો તમારામાંથી કોઈ પણ છેલ્લા 2-3 દિવસથી મારા સંપર્કમાં આવ્યું હોય, તો તમે પણ પ્લીઝ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેજો. આ વાઇરસને હળવાશથી ન લેવો જોઇએ.

સાથે લખ્યું છે હું હાલ શૂટિંગ નહોતી કરી રહી અને ઘરે જ હતી, જ્યારથી આ વાઈરલ ફેલાયો હતો. તમારી જાતને સુરક્ષિત રાખજો અને માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. તેમ જ રીટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજા રાજડાને કહ્યું છે કે મને અને મારા દીકરા અરદાસ વતી પ્રાર્થના કરજો..

હાલની સ્થિતીને જોઈને તારક મહેતા શૉના આવનારા એપિસોડમાં કોરોના વાઈરસની ગોકુલધામ સોસાયટીમાં એન્ટ્રી થતી જોવા મળવાની છે. સીરિયલના પ્રોમોમાં ઑલ ઈન વન જનરલ સ્ટોરના અબ્દુલને શરદી અને તાવ આવે છે અને તે કોરોના વાઈરસના ચપેટમાં આવી જાય છે. ત્યારે આખી ગોકુલધામ સોસાયટી હેરાન થઈ જાય છે. જ્યારે ડૉ. હાથીને ખબર પડે છે ત્યારે તે અબ્દુલને તપાસે છે અને તાત્કાલિક સોસાયટીમાં મીટિંગ બોલાવવાની માંગ કરે છે અને અબ્દુલમાં કોરોના વાઈરસના લક્ષ્ણો જોવા મળી રહ્યા છે, એવું ડૉ હાથી જણાવે છે. સાથે જ ભીડે, કોમલ સહિત બીજા કલાકારોને પણ આ વાતનો ડર સતાવી રહ્યો છે, કે શું આખી ગોકુલધામ ક્વૉરન્ટીન થશે? આવનારા એપિસોડમાં તમને જાણવા મળી જશે કેવી રીતે ગોકુલધામવાસીઓ આ ગંભીર સંજોગોથી બહાર આવશે.

taarak mehta ka ooltah chashmah television news tv show entertainment news dilip joshi indian television