SSR કેસ: ટીવી સેલેબ્ઝ સનમ જોહર અને અબીગેલ પાંડેના ઘરે NCBના દરોડા

23 September, 2020 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

SSR કેસ: ટીવી સેલેબ્ઝ સનમ જોહર અને અબીગેલ પાંડેના ઘરે NCBના દરોડા

સનમ જોહર અને અબીગેલ પાંડે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

14 જૂનના રોજ આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુત (Sushant Singh Rajput)ના કેસમાં હવે ડ્રગ્સ એન્ગલ મોટો મુદ્દો બની ગયો છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ની રડાર પર માત્ર બૉલિવુડ ર્સ્ટાસ જ નહીં પણ અનેક ટીવી ર્સ્ટાસ પણ આવી ગયા છે. NCB આજે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ અનેક બૉલીવુડ સેલેબ્સ તથા ટીવી સેલેબ્સને સમન્સ પાઠવવાની છે. આ યાદીમાં હવે ટીવી એક્ટર અબીગેલ પાંડે (Abigail Pande) અને સનમ જોહર (Sanam Johar)ના ઘરે NCBએ દરોડા પાડ્યા હતા અને બંનેને NCBની ઓફિસ બોલાવવામાં આવ્યા હતા. આ બંને રિયાલિટી શો 'નચ બલિયે'માં જોવા મળ્યા હતા.

NCBને અબીગેલ પાંડે તથા સનમ જોહર વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા છે. આજે સવારે NCBની એક ટીમે બન્નેના ઘરે દરોડા પાડ્યા હતા. કલાકો સુધી ચાલેલી આ રેડમાં NCBના હાથમાં શું પુરાવા મળ્યા તે સામે આવ્યું નથી. જોકે, આ બન્ને NCBની ઓફિસની બહાર જોવા મળ્યા હતા. આ વાત જ સંકેત આપે છે કે તેઓ ડ્રગ્સ વિવાદમાં ફસાયા છે અને તેમને અનેક સવાલ-જવાબ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ બૉલીવુડની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલમાં જ શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન, નમ્રતા શિરોડકર, મધુ મન્ટેનાના નામ સામે આવ્યા છે. મધુ મન્ટેનાની NCBએ પૂછપરછ કરી છે. તો બીજી બાજુ શ્રદ્ધા તથા દીપિકા વિરુદ્ધ NCBને નક્કર પુરાવા મળ્યા છે. NCB પોતાની તપાસ માત્ર સુશાંત સિંહ રાજપૂતના કેસ પૂરતી સીમિત રાખવા માગતી નથી.

entertainment news television news indian television sushant singh rajput