સુરેખા સિક્રીને આર્થિક મદદની જરૂર નથી: મેનેજર વિવેક સિધવાની

10 September, 2020 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુરેખા સિક્રીને આર્થિક મદદની જરૂર નથી: મેનેજર વિવેક સિધવાની

સુરેખા સિક્રી

પીઢ અભિનેત્રી સુરેખા સિક્રી (Surekha Sikri)ને મંગળવારે બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે અત્યારે તેમની તબિયત નાજુક છે. અભિનેત્રીને હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ એવી ચર્ચાઓએ જોર પકડયું હતું કે, તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનો લીધે તેઓ યોગ્ય સારવાર કરાવી શકતા નથી. આ બાબતે મિડ-ડે સાથેની વાતચીતમાં મેનેજરે વિવેક સાધવાનીએ ખુલાસો કર્યો હતો કે, સુરેખા સિક્રીને કોઈપણ પ્રકારની આર્થિક મદદની જરૂર નથી.

મંગળવારે એવી ચર્ચાઓએ જોર પકડયું હતું કે, હૉસ્પિટલની નર્સે કહ્યું હતું કે અભિનેત્રી સુરેકખા સિક્રીની આર્થિક સ્થિતિ નબળી છે. એથી અન્ય હૉસ્પિટલનો ખર્ચ તેમને પોસાય એમ પણ નથી. આ જ કારણ છે કે તેમણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પાસે મદદની અપીલ કરી છે. પછી અભિનેતા સોનુ સૂદ (Sonu Sood), બધાઈ હો ફિલ્મના ડિરેક્ટર અમિત શર્મા (Amit Sharma) અને કો-એક્ટર ગજરાજ રાવ (Gajraj Rao) સહિતના સેલેબ્ઝ મદદ માટે આગળ આવ્યા હતા અને પછી તેમણે મેનેજરનો સંપર્ક કર્યો હતો. પરંતુ, મેનેજરે તેમણે કહ્યું હતું કે, અભિનેત્રીની આર્થિક સ્થિતિ બરાબર છે અને તેમને કોઈ આર્થિક મદદની જરૂર નથી. સાથે જ મદદ માટે આગળ આવવા માટે મેનેજરે સહુનો આભાર માન્યો હતો. વિવેક સિધવાનીએ ખુલાસો કર્યો હતો કે, અભિનેત્રી પોતાના આર્થિક ખર્ચ ઉપાડી શકવા માટે સક્ષમ છે. તેમજ તેમનો દીકરો પણ તેમની પડખે ઉભો છે. અત્યારે કોઈપણ પ્રકારની મદદની જરૂર નથી.

મંગળવારે બ્રેન સ્ટ્રોકને કારણે જુહુની ક્રિટી કૅર હૉસ્પિટલના ICUમાં એડમિટ થયેલા સુરેખા સીકરીની તબિયત સારી નથી. એક્ટ્રેસની તબિયત વિશે હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ ડો. આશુતોષ શેટ્ટીએ અપડેટ આપી હતી. તેમણે કહ્યું કે, ફેફસામાં ભેગા થયેલા લિક્વિડને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું છે. સુરેખાને ICUમાં 36 કલાકથી વધુનો સમય થઇ ગયો છે. ઇટાઇમ્સના સમાચાર મુજબ, સુરેખા હોસ્પિટલમાં મળી રહેલી સારવારને પ્રોપર રિસ્પોન્સ નથી આપી રહ્યા. ડોક્ટર્સે તેમના ફેફસાની નાજુક સ્થિતિ વિશે જણાવ્યું. ડોક્ટર્સે જણાવ્યું કે, સ્ટ્રોકને કારણે એક ક્લોટ બની ગયું છે. તેને દવાઓથી હટાવવામાં આવશે. પરંતુ આને લઈને સુરેખાજી થોડા અવઢવની સ્થિતિમાં છે.

મંગળવારે બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ સુરેખા સિક્રીને જુહુની ક્રિટી કૅર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ અગાઉ તેમને 2018ના નવેમ્બરમાં પણ બ્રેઇન સ્ટ્રોક થયો હતો. તેમની તબિયત ખરાબ હોવા છતાં પણ તેઓ કામમાં સક્રિય હતાં. તેમણે છેલ્લે ઝોયા અખ્તરની ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં કામ કર્યું હતું.

entertainment news indian television television news