પ્રેક્ષકોને ખડખડાટ હસાવવા આવી રહ્યો છે સુનીલ ગ્રોવરનો નવો શો

14 August, 2020 08:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રેક્ષકોને ખડખડાટ હસાવવા આવી રહ્યો છે સુનીલ ગ્રોવરનો નવો શો

સુનીલ ગ્રોવર

કૉમેડીયન સુનીલ ગ્રોવર (Sunil Grover)ની કૉમેડીના લાખો ચાહકો છે અને ઘના લાંબા સમયથી લોકો તેના શોની રાહ જોઈ રહ્યાં છે. આખરે ફૅન્સની આતુરતાનો આંત આવ્યો છે. કારણકે સુનીલ ગ્રોવરનો નવો કૉમેડી શો 31 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. હા, પ્રેક્ષકોને ખડખડાટ હસાવવા આવી રહ્યો છે સુનીલ ગ્રોવરનો નવો શો સ્ટાર ભારત પર 31 ઓગસ્ટથી. જેનું નામ છે 'ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન'.

સુનીલ ગ્રોવરે શોનો પ્રોમો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. તેણે લખ્યું છે કે, તમારા દરેક શ્વાસને હાસ્યમાં ફેરવવા માટે આવી રહ્યા છે કૉમેડીના મહારથી. 31મી ઓગસ્ટે રાત્રે 8 વાગ્યે સ્ટાર ભારત પર.

આ શોમાં સુનીલ ગ્રોવરની સાથે શિલ્પા શિંદે, સુગંધા મિશ્રા, સિદ્ધાર્થ સાગર, ઉપાસના સિંહ અને જતીન સૂરી જોવા મળશે. આ શોનો પ્રથમ પ્રોમો રિલીઝ થઈ ગયો છે જે જોઈને જ લાગે છે કે સુનીલ આ વખતે કોઈ નવી જ સ્ટાઇલમાં જોવા મળશે. તે એક ડોનની ભૂમિકામાં છે.

entertainment news indian television television news sunil grover