નવા સમયનો શુભારંભ ગણેશના નામથી અને એટલે 'શ્રી ગણેશ'

08 June, 2020 09:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા સમયનો શુભારંભ ગણેશના નામથી અને એટલે 'શ્રી ગણેશ'

સ્ટાર પ્લસ પર લાસ્ટ વીકથી ફરી શરૂ થયેલી ‘શ્રી ગણેશ’ની સૌથી અજાણી વાત જો કોઈ હોય તો એ છે કે આ સિરિયલના ડિરેક્ટર બીજું કોઈ નહીં, પણ ૭૦-૮૦ના દસકાના જાણીતા ઍક્ટર ધીરજકુમાર છે.

ધીરજકુમારે કહ્યું કે ‘નવા સમયની શરૂઆત ગણેશના નામથી થતી હોય છે. અત્યારે પણ જ્યારે દેશ અનલૉક થઈ રહ્યો છે ત્યારે ‘શ્રી ગણેશ’થી નવા સમયનો શુભારંભ થઈ રહ્યો છે. આ સિરિયલની સૌથી મોટી વાત જો કોઈ હોય તો એ કે એમાં ગણેશ સિવાયના કોઈ વિષય પર ફોકસ કરવામાં નથી આવ્યું. ભગવાન શ્રી ગણેશની જ તમામ વાતોને આવરવામાં આવી છે અને એ કરવા માટે ઑલમોસ્ટ ચારેક વર્ષ તો રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેથી લોકો સુધી ગણેશની તમામ વાતો સરસ અને અસરકારક રીતે પહોંચી શકે.’

ધીરજકુમારે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું અને એક તબક્કો તો એવો પણ આવી ગયો હતો કે ધીરજકુમાર સુપરસ્ટારની રેસમાં આવી ગયા હતા. આ વાત ૭૦-૮૦ના દસકાના દર્શકો માટે જરા પણ નવી નથી. ‘શ્રી ગણેશ’ની બીજી એક ખાસિયત એ પણ ખરી કે એમાં ભગવાન ગણેશનું કૅરૅક્ટર ગુજરાતી સ્ટેજના જાણીતા ઍક્ટર જગેશ મુકાતીએ કર્યું હતું તો ગજેન્દ્ર ચૌહાણે મહારાજ મનુનું, શિવજીનું કૅરૅક્ટર સુનીલ શર્માએ અને મા પાર્વતીનું પાત્ર પ્રિયંકાએ ભજવ્યું છે.

‘શ્રી ગણેશ’ સોમથી રવિવાર દરમ્યાન દરરોજ સાંજે સાડાછ વાગ્યે સ્ટાર પ્લસ પર આવે છે.

entertainment news indian television television news star plus