...તો આવો હતો 'તારક મહેતા'નો પહેલો એપિસોડ, જેઠાલાલ પહોંચ્યા હતા જેલમાં

28 January, 2021 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

...તો આવો હતો 'તારક મહેતા'નો પહેલો એપિસોડ, જેઠાલાલ પહોંચ્યા હતા જેલમાં

દિલીપ જોશી

સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલ (Jethalal)થી લઈને નટુકાકા સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. આ શૉ સાથે સંકળાયેલા પાત્રો વિશે પણ ઘણી વાતો થતી હોય છે.

આ સીરિયલમાં ઘણા કલાકારો આવ્યા, ગયા, ચહેરા બદલાઈ ગયા પરંતુ સીરિયલને લઈને લોકોનો ઉત્સાહ વધી ગયો છે. જોકે સમય સાથે તેના પાત્રોની લાક્ષણિકતામાં ઘણો ફેરફાર થયો છે. પહેલા એપિસોડથી લઈને અત્યાર સુધી પાત્રોના હાવભાવ, બોલચાલ અને વ્યવહાર બધામાં ઘણું પરિવર્તન આવ્યું છે. પરંતુ જે વસ્તુ અખંડ રહી છે, તે છે જેઠાલાલ (Jethalal)ની જીવનમાં મુશ્કેલીઓનો તબક્કો. આ સિલસિલો પહેલા જ દિવસથી ચાલે છે અને આજે પણ કાયમ છે.

28 જૂલાઈ 2008ના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો. અને આ મઝાક-મસ્તી ભરેલો સફર આજ સુધી ચાલુ છે. સાથે જ પહેલા એપિસોડમાં આ શૉનો આઈડિયા ક્યાંથી આવ્યો અને કેવી રીતે જમીન પર ઉતર્યો એની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. ખાસ વાત એ છે કે પહેલા જ એપિસોડમાં જેઠાલાલ હથકડી પહેરીને અને કેદીઓના પોશાકમાં નજર આવ્યા હતા. જેના પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. દીકરા ટપુની મસ્તીના લીધે ગોકુલધામવાસીઓએ જેઠાલાલ પર કેસ કર્યો હતો. તમે પણ જુઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પહેલા એપિસોડની રમુજી ઝલક.

12 વર્ષો પહેલા જે હંગામો શરૂ થયો હતો. આજે પણ હંગામો ગોકુલધામ સોસાયટીમાં જોવા મળે છે. આજે પણ ભિડે અને જેઠાલાલનો હોબાળો ચાલુ જ છે, ટપુની ધમાલ-મસ્તી આજે પણ જેઠાલાલની સમસ્યા વધારી દે છે, તેમ જ જેઠાલાલ આજે પણ બબીતાજીને જોઈને દીવાના થઈ જાય છે. જોકે દયા ભાભી અને જેઠાલાલની કેમિસ્ટ્રીને લોકો ખૂબ મિસ કરી રહ્યા છે. દયાબેનનો રોલ ભજવનારી દિશા વાકાણી છેલ્લા 3 વર્ષથી શૉથી દૂર છે. તે મેટરનિટી લીવ પર ગઈ હતી પરંતુ અત્યાર સુધી તે શૉમાં પાછી ફરી શકી નહીં. જોકે નિર્માતાએ અત્યાર સુધી આ રોલ માટે બીજા કોઈ ચહેરાની શોધ શરૂ કરી નથી. આવી સ્થિતિમાં તે ટૂંક સમયમાં પાછી જલદી આવે તેવી સંભાવના છે.

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000થી વધારે એપિસોડ્સ પૂરા કર્યા છે.

taarak mehta ka ooltah chashmah television news tv show entertainment news dilip joshi