એ હાલો, તો આવી રીતે ઉજવાશે 'તારક મહેતા'માં નવરાત્રિ ઉત્સવ, થઈ જાઓ તૈયાર

19 October, 2020 05:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એ હાલો, તો આવી રીતે ઉજવાશે 'તારક મહેતા'માં નવરાત્રિ ઉત્સવ, થઈ જાઓ તૈયાર

તસવીર સૌજન્ય - તારક મહેતા ઈન્સ્ટાગ્રામ

ટીવીનો સૌથી ફૅમસ અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) દરરોજ ચર્ચામાં રહે છે. કૉમેડી સીરિયલ્સ આમ તો ઘણી બધી છે, પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના દરેક કલાકાર લોકોને ઘણા પંસદ આવે છે અને કલાકારોની ઘણી એવી લાંબી ફૅન ફૉલોઈંગ છે. થોડા સમય પહેલા આ શૉમાં બદલાવ જોવા મળ્યા છે. થોડા સમય પહેલા શૉમાં અજંલિ તારક મહેતાનો રોલ ભજવનારી એક્ટ્રેસ નેહા મહેતાએ શૉ છોડી દીધો છે અને એની જગ્યાએ સુનૈના ફોજદારે એન્ટ્રી મારી લીધી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીઆરપીના મામલામાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. લૉકડાઉન બાદથી શરૂ થયેલા એપિસોડ્સમાં હંસીનો ડોઝ જોવા નથી મળી રહ્યો, તો પણ દર્શકોનું મનોરંજન તો થઈ રહ્યું છે. લૉકડાઉનના લીધે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને ગોકુલધામવાસીઓએ ગણેશોત્સવની જોરદાર તૈયારી કરી હતી, તેવી જ રીતે નવરાત્રિનો તહેવાર પણ શરૂ થઈ ગયો છે, એવામાં બધાના મનમાં સવાલ છે કે આ વખતે ગોકુલધામમાં નવરાત્રિનું સેલિબ્રેશન થશે કે નહીં? અને થશે તો કેવી રીતે થશે?

દર વર્ષની જેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં નવરાત્રિના ઉત્સવને ઘણી ધૂમ-ધામથી ઉજવવામાં આવે છે. નૃત્યથી લઈને ભક્તિ સુધી, ફૅન્સને દરેક વસ્તુના અનુભવનો આનંદ લેવો છે. પરંતુ આ વર્ષે જેયારે કોરોનાએ બધાને ઘરની અંદક કેદ રાખ્યા છે, એવામાં આવી સ્થિતિમાં ધમાલમસ્તી અને આનંદ જોવા મળશે કે નહીં, ફૅન્સના દિલમાં આ સૌથી મોટો સવાલ છે. હવે ફૅન્સના આ સવાલનો જવાબ શૉની કોમલ ભાભી ઉર્ફે અંબિકા રંજનકરે આપ્યો છે.

કોમલ ભાભીએ સ્પષ્ટ કર્યું છે કે નવરાત્રિ સેલિબ્રેશન તો ગોકુલધામ સોસાયટીમાં થઈને જ રહેશે. એક ન્યૂઝ પોર્ટ્લને આપેલા ઈન્ટરવ્યૂમાં અંબિકા જણાવે છે કે જેમ ગણેશ ચતુર્થીના સમયે અમે કર્યું હતું, તેવી જ રીતે આ વખતે પણ બધા નિયમોનું પાલન કરવામાં આવશે, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવશે. સેટ પર નવરાત્રી ઉપરાંત તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે. નવરાત્રી દર વર્ષની જેમ ઉજવાશે. પરંતુ થોડી સાવચેતી રાખવામાં આવશે.

આ પણ વાંચો : જ્યારે તારક મહેતાના સેટ પર થઈ ગયું પ્રિયા આહૂજાની લવ લાઇફનું 'સેટિંગ'

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

taarak mehta ka ooltah chashmah dilip joshi entertainment news indian television navratri television news tv show