સોશ્યલ મીડિયાને લીધે ટૅલન્ટને ઓળખ મળી હોવાનું માને છે સિંગર આકૃતિ કક્કર

26 February, 2021 02:18 PM IST  |  Ahmedabad | Mumbai correspondent

સોશ્યલ મીડિયાને લીધે ટૅલન્ટને ઓળખ મળી હોવાનું માને છે સિંગર આકૃતિ કક્કર

સોશ્યલ મીડિયાને લીધે ટૅલન્ટને ઓળખ મળી હોવાનું માને છે સિંગર આકૃતિ કક્કર

૨૬ ફેબ્રુઆરીથી ઝીટીવી ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’ નામનો શો લૉન્ચ કરવાનું છે જે ભારતની પહેલી મ્યુઝિક લીગ કહેવાય છે અને એમાં કોઈ સ્પોર્ટ્સ ચૅમ્પિયનશિપની જેમ જ જુદી-જુદી ૬ ટીમ સંગીતના મહામુકાબલામાં ઊતરશે. રસપ્રદ વાત એ છે કે આ ટીમ ભારતનાં વિવિધ રાજ્યોની ઓળખ રજૂ કરશે અને ટીમના સપોર્ટર તરીકે ગોવિંદા (બંગાળ), રાજકુમાર રાવ (ગુજરાત), શ્રદ્ધા કપૂર (દિલ્હી), રિતેશ દેશમુખ (મુંબઈ), બૉબી દેઓલ (પંજાબ) તેમ જ ક્રિકેટર સુરેશ રૈના (યુપી) જોવા મળશે. સિંગર શાન સાથે બંગાળનું પ્રતિનિધિત્વ કરતી પ્લેબૅક સિંગર આકૃતિ કક્કરનું કહેવું છે કે આ શો દર્શકોને પ્યૉર મ્યુઝિક પીરસવાનું છે. આકૃતિ કક્કરે હિન્દી ફિલ્મો ઉપરાંત બંગાળી ગીતો પણ ગાયાં છે અને તે બંગાળના સિન્ગિંગ રિયલિટી શોની જજ પણ રહી છે એટલે બંગાળ સાથે તેનો ઘર જેવો નાતો છે.
‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’ વિશે આકૃતિ કહે છે, ‘આ શોની ખાસિયત એ છે કે ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયકો અને કલાકારો એક જ મંચ પર જોવા મળશે. લગભગ ગાયકોએ સિન્ગિંગ રિયલિટી શોમાં જજની ભૂમિકા નિભાવી છે અને હવે એ જ ગાયકો એકબીજા સાથે સંગીતનો મહામુકાબલો કરતા જોવા મળશે.’ આજે ટૅલન્ટ હન્ટ શોની ભરમાર છે ત્યારે આકૃતિ કહે છે કે ‘આવા શોને કારણે ઘણા ટૅલન્ટેડ લોકોને યોગ્ય પ્લૅટફૉર્મ સાથે આગળ વધવાનો મોકો મળે છે. પહેલાં તો સોશ્યલ મીડિયા નહોતું ત્યારે રસ્તા કાઢવા મુશ્કેલ હતા. આજે સોશ્યલ મીડિયાને લીધે ટૅલન્ટને ઓળખ મળી છે.

ahmedabad indian television television news