સિદ્ધાર્થ નિગમની નેટવર્થ જાહેર કરનાર ન્યુઝપેપરને ઍક્ટરે કહ્યું, થૅન્કસ

27 May, 2020 08:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિદ્ધાર્થ નિગમની નેટવર્થ જાહેર કરનાર ન્યુઝપેપરને ઍક્ટરે કહ્યું, થૅન્કસ

‘અલાદીન – નામ તો સુના હોગા’નો લીડ સ્ટાર સિદ્ધાર્થ નિગમ લૉકડાઉનના આ પિરિયડમાં સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ઍક્ટિવ રહે છે. પોતે ઍક્ટિવ છે એટલે સિદ્ધાર્થને જાતજાતનાં અને ભાતભાતનાં ન્યુઝપેપર પણ વાંચવા મળે છે. સિદ્ધાર્થે હમણાં ઇન્સ્ટાગ્રામ પર કરેલા એક ટૉક-શોમાં પોતાના નામથી ચાલતી રહેતી અફવા વિશે વાત કરતાં કહ્યું કે દસેક દિવસ પહેલાં તેણે એક નૉન-ગુજરાતી ન્યુઝપેપરમાં વાંચ્યું કે મારી નેટવર્થ ૧૦૦ કરોડ રૂપિયા છે. આ વાંચીને સિદ્ધાર્થને પહેલાં તો ઝાટકો લાગ્યો અને પછી મનોમન તેણે એ ન્યુઝપેપરને થૅન્ક્સ પણ કહી દીધું. સિદ્ધાર્થે પોતાના એ ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું કે હું ઇચ્છું કે એ ન્યુઝપેપરે જે અફવા ફેલાવી છે એ અફવા સાચી પડે અને મારી નેટવર્થ બહુ જલદી ૧૦૦ કરોડ પર પહોંચે પણ અત્યારે એ વાત ખોટી છે.

સિદ્ધાર્થ નિગમ અત્યારે ટીનેજર્સમાં જબરદસ્ત પૉપ્યુલર છે. સાડાચાર મિલ્યન ફૉલોઅર્સ તેનાં ઇન્સ્ટાગ્રામ-પેજ પર છે તો ઓછામાં ઓછાં ૫૦૦ ફેક પેજ તેના બીજા સોશ્યલ મીડિયા પર બન્યાં છે. આ આંકડા જ દર્શાવે છે કે સિદ્ધાર્થની ડિમાન્ડ કઈ હદે લોકોમાં ફેલાયેલી 

entertainment news indian television television news