‘ખતરોં કે ખિલાડી 12’માં દેખાશે શિવાંગી જોષી

05 May, 2022 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવાંગી જોષી હવે ‘ખતરોં કે ખિલાડી 12’માં જોવા મળશે.

શિવાંગી જોશી

શિવાંગી જોષી હવે ‘ખતરોં કે ખિલાડી 12’માં જોવા મળશે. કલર્સ પર શરૂ થઈ રહેલા આ શોની પહેલી સ્પર્ધક રુબીના દિલૈક છે. ત્યાર બાદ ચેતના પાન્ડે અને રાજીવ અદાતિયાને પણ આ ઍક્શન-સ્ટન્ટ રિયલિટી શો માટે પસંદ કરવામાં આવ્યાં છે. આ શોને રોહિત શેટ્ટી હોસ્ટ કરી રહ્યો છે. નવા ઍડ્વેન્ચર માટે આ શોને કેપટાઉનમાં લઈ જવામાં આવશે. આ શો સાથે જોડાવાની ખુશી વ્યક્ત કરતાં શિવાંગી જોષીએ કહ્યું હતું કે ‘આ મારો પહેલો રિયલિટી શો છે અને એ માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. આ શો મારા ડરને દૂર કરવા અને મારી ક્ષમતાને ચેક કરવા માટે બેસ્ટ છે. રોહિત શેટ્ટી સરને મળવા માટે હું આતુર છું. મને ખાતરી છે કે તેઓ મારામાં ખૂબ જ મોટિવેશન લાવશે.’

television news entertainment news