શિલ્પા શેટ્ટી પર્ફોર્મન્સ આપશે કોરોના વૉરિયર્સ માટે

20 August, 2020 07:38 PM IST  |  Mumbai | Rashmin Shah

શિલ્પા શેટ્ટી પર્ફોર્મન્સ આપશે કોરોના વૉરિયર્સ માટે

શિલ્પા શેટ્ટી

કોવિડના કારણે આ વર્ષે જ્યારે સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી નથી થવાની ત્યારે સ્ટાર પ્લસ પોતાના દર્શકો માટે ‘સ્ટાર પરિવાર ગણેશોત્સવ’ લાવી રહ્યું છે. આ સેલિબ્રેશનમાં શિલ્પા શેટ્ટી કોરોના વૉરિયર્સ માટે પર્ફોર્મન્સ આપશે. આ જ શોમાં કોરોના વૉરિયર્સને પણ બોલાવવામાં આવશે અને તેમનું સન્માન પણ કરવામાં આવશે. શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, ‘આ વર્ષ આપણા સૌ માટે બહુ તકલીફદાયી રહ્યું પણ એમ છતાં આ વર્ષની સૌથી મોટી વાત એ હતી કે ફ્રન્ટલાઇન વૉરિયર્સ આપણા સૌ માટે ખડા પગે ઊભા હતા. તેમને દરેક રીતે ટ્રિબ્યુટ મળે એ બહુ જરૂરી છે.’

મહત્ત્વની વાત એ છે કે શિલ્પા શેટ્ટી લગભગ એક દશક પછી પહેલી વાર સ્ટેજ પર્ફોર્મન્સ આપશે.

‘સ્ટાર પરિવાર ગણેશોત્સવ’ રવિવારે રાતે આઠ વાગ્યે સ્ટાર પ્લસ આવશે.

entertainment news Rashmin Shah shilpa shetty coronavirus covid19 star plus