હું ઘરે આવું ત્યારે તે સ્માઇલ સાથે મારું સ્વાગત કરે છે

09 August, 2020 12:46 PM IST  |  Mumbai Desk | Agencies

હું ઘરે આવું ત્યારે તે સ્માઇલ સાથે મારું સ્વાગત કરે છે

માહી વીજ-જય ભાનુશાલી

‘ખતરોં કે ખિલાડી : મેડ ઇન ઇન્ડિયા’માં ભાગ લેનાર જય ભાનુશાલીએ વાઇફ માહી વીજની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે હું જ્યારે પણ ઘરે જાઉં છું ત્યારે પત્ની સ્માઇલ સાથે મારું સ્વાગત કરે છે. સાથે જ તેના સપોર્ટ વગર તે તેની દીકરી તારાની પણ દેખભાળ કરે છે. આ બન્નેએ ૨૦૧૬માં ‘ખતરોં કે ખિલાડી’ સીઝન-7માં સાથે ભાગ લીધો હતો. એ દરમ્યાન કરેલા સ્ટન્ટની એક નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જયે કૅપ્શન આપી છે, ‘લાઇફ એક સર્કલ જેવી છે. ૨૦૧૬માં મેં અને માહી વીજે ખતરોં કે ખિલાડી’ સીઝન-7માં સાથે ભાગ લીધો હતો. આર્જેન્ટિનામાં ખૂબ સારો સમય વિતાવ્યો હતો. હવે મને ફરીથી ‘ખતરોં કે ખિલાડી : મેડ ઇન ઇન્ડિયા’માં ભાગ લેવાની તક મળી છે. જે રીતે મારા દરેક સ્ટન્ટમાં માહી મને ચિયર કરતી હતી એ ચિયર અને સપોર્ટને હું મિસ કરું છું. આટલાં વર્ષોમાં માહીએ સાબિત કરી આપ્યું છે કે તે ફાઇટર છે અને હંમેશાં ખિલાડી રહેવાની છે. આજે પણ તે મારા સપોર્ટ વગર તારાની સંભાળ રાખે છે. હું જ્યારે પણ ઘરે જાઉં ત્યારે તે ચહેરા પર મોટી સ્માઇલ રાખીને અને સકારાત્મક વાતાવરણ સાથે મારું સ્વાગત કરે છે. લવ યુ.’

entertainment news television news jay bhanushali