શક્તિ કપૂર બનશે શકુનિ

06 July, 2020 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શક્તિ કપૂર બનશે શકુનિ

શક્તિ કપૂર

લૉકડાઉન પછી તમામ ટીવી-સિરિયલ જૂની વાર્તા અને જૂના ટ્રૅકનું પૅકઅપ કરીને મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ કહેવાય એવા ટ્રૅક લાવવાનું કામ કરે છે. આ જ કામ શરૂ થયું છે ‘રાધાકૃષ્ણ’માં. સ્ટાર ભારતના આ શોમાં હવે કૃષ્ણ-અર્જુન ટ્રૅક આવશે, જે છેક મહાભારત સુધી લંબાશે. મહાભારતની આ વાર્તામાં શકુનિ વિના ચાલે નહીં એ સૌકોઈ જાણે છે અને પ્રોડક્શન-હાઉસે એટલે જ આ રોલ માટે શક્તિ કપૂરને ઑફર કરી છે. શક્તિ કપૂરની આંખોમાં રહેલું કપટ તેને આ રોલ માટે ખેંચી ગયું એવું પણ પ્રોડક્શન-હાઉસ કહે છે.

શક્તિ કપૂર પણ આ ઑફરથી એક્સાઇટેડ છે. શકુનિ વિના મહાભારત શક્ય નહોતું અને એટલે જ શક્તિ કપૂરને પણ શકુનિ બનવાની વાતમાં રસ જાગ્યો છે.

entertainment news indian television television news shakti kapoor