ઑડિયન્સ સર્વોપરી

15 April, 2021 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામાનંદ સાગરની સુપરહિટ થયેલી ‘રામાયણ’એ લૉકડાઉનમાં જે રીતે ટીઆરપીમાં નંબર વન બનીને ધમાલ મચાવી દીધી એ જોઈને સ્ટાર ભારતે આ જ સિરિયલ ફરીથી દેખાડવાનું નક્કી કર્યું

રામાયણ

દીપિકા ચીખલિયા, અરુણ ગોવિલ, સુનીલ લાહિરી અને અરવિંદ રાઠોડ અભિનીત રામાનંદ સાગરની ‘રામાયણ’ આજે પણ લોકોમાં એટલી જ પૉપ્યુલર છે એ વાત ગયા વર્ષે લૉકડાઉનમાં પુરવાર થઈ ગઈ અને ‘રામાયણ’એ ટીઆરપીના બધા રેકૉર્ડ તોડી આજની સિરિયલોને પણ પાછળ રાખી દીધી. ઑડિયન્સની આ જ ચૉઇસને જોઈને હવે સ્ટાર ભારતે નક્કી કર્યું છે કે દરરોજ સાંજે સાત વાગ્યે ‘રામાયણ’ રીટેલિકાસ્ટ કરવામાં આવશે.
ગયા વર્ષે લૉકડાઉન દરમ્યાન ‘રામાયણ’ના કારણે લોકો ઘરમાં રહ્યા હતા. કોવિડ વાઇરસના ફેલાવાને રોકવામાં સરકાર સફળ થઈ હતી. આ વખતે પણ એવું જ બને એવા હેતુથી ‘રામાયણ’નું પુનઃપ્રસારણ કરવાનું ચૅનલે વિચાર્યું છે. ‘રામાયણ’નું પહેલું ટેલિકાસ્ટ ૧૯૮૮ના જાન્યુઆરી મહિનામાં એટલે કે તેત્રીસ વર્ષ પહેલાં થયું હતું અને એ પછી પણ એ સિરિયલ આજે પણ ચાર્ટબસ્ટર છે.

television news indian television ramayan