શૂટિંગના પહેલા દિવસે જ સલમાનને હતી ખબર કે ફ્લોપ થશે આ ફિલ્મ..

04 November, 2019 12:29 PM IST  |  મુંબઈ

શૂટિંગના પહેલા દિવસે જ સલમાનને હતી ખબર કે ફ્લોપ થશે આ ફિલ્મ..

સલમાન ખાન

બિગ બૉસમાં રવિવારે બાલા ફિલ્મની ટીમ આવી. ફિલ્મનું પ્રમોશન કરવા માટે આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર અને યામી ગૌતમ શોના સેટ પર પહોંચ્યા. આ દરમિયાન તેમણે ખૂબ જ મસ્તી કરી અને કેટલાક આડા-અવળા સવાલો પણ પુછ્યા. આયુષ્માને સલમાનની ફિલ્મોને લઈને પણ કેટલાક સવાલો કર્યા, જેના તેણે ઈમાનદારીથી જવાબ આપ્યા.


આયુષ્માને સલમાનને પુછ્યું કે, એ કઈ ફિલ્મ છે જેના વિશે તમને પહેલેથી ખબર હતી કે તે ફ્લૉપ જશે? જેના પર સલમાને કહ્યું કે, એવી તો ઘણી ફિલ્મો છે. આયુષ્માને કહ્યું કોઈ એકનું નામ જણાવો. તો સલમાને સૂર્યવંશીનું નામ આપ્યું. જો કે એ બાદ ભૂમિએ સૂર્યવંશીના વખાણ કર્યા અને કહ્યું કે આ ફિલ્મ તેને ખૂબ જ પસંદ છે.તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને અમૃતા સિંહ સ્ટારર ફિલ્મ સૂર્યવંશી 1992માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સલમાન ખાન અને અમૃતા સિંહની સાથે શીબા આકાશદીપ પણ લીડ રોલમાં હતી.

આ પણ વાંચોઃ ધમાકેદાર નવેમ્બર માટે થઈ જાઓ તૈયાર..આવી રહી છે મોટી ગુજરાતી ફિલ્મો....

બાલા ફિલ્મ એક એવા વ્યક્તિ પર આધારિત છે જેને નાનપણમાં ટાલ પડી જાય છે. ફિલ્મની કહાની નિરેન ભટ્ટે લખી છે. ફિલ્મમાં સૌરભ શુક્લા, જાવેદ જાફરી, સીમા પાહવા અને અભિષેક બેનર્જી પણ જોવા મળશે. ફિલ્મના ડાયરેક્ટર અમર કૌશિક છે. જેમણે સ્ત્રી ફિલ્મ પણ ડાયરેક્ટ કરી હતી. જ્યારે ફિલ્મના પ્રોડ્યૂસર દિનેશ વિજન છે. ફિલ્મ સાત નવેમ્બરે રિલીઝ થશે.

Bigg Boss ayushmann khurrana bhumi pednekar yami gautam Salman Khan