મુઝે કૅમેરા કે આગે આને કી કોઈ ઝરૂરત નહીં હૈ

06 September, 2026 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિગ બૉસ 20ના સેટ પર બાબા કહીને બોલાવતાં ફોટોગ્રાફર્સ પર ભડકી ગયો સલમાન ખાન

સલમાન ખાન

સુપરસ્ટાર સલમાન ખાન રિયલિટી શો ‘બિગ બૉસ 20’ના હોસ્ટ તરીકે પરત ફર્યો છે અને શોના ગ્રૅન્ડ પ્રીમિયર પહેલાં શુક્રવારે તેણે ગ્રૅન્ડ પ્રીમિયર એપિસોડનું શૂટિંગ શરૂ કર્યું હતું. શૂટિંગના પહેલા દિવસે સલમાન ડાર્ક બ્લુ ડેનિમ જીન્સ, બ્લૅક ટી-શર્ટ અને કાઉબૉય હૅટમાં જોવા મળ્યો હતો. આ સેટ પરથી અનેક તસવીરો અને વિડિયો સામે આવ્યાં છે. આમાં એક વિડિયોમાં તે ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થતો જોવા મળે છે. 
હવે ચર્ચામાં આવેલા આ વિડિયોમાં ફોટોગ્રાફર્સ સલમાનને ‘બાબા’ કહીને બોલાવતા સાંભળી શકાય છે. એના જવાબમાં સલમાને કહ્યુંુ હતું કે ‘બાબા? યે તેરા કામ નહીં હૈ. મુઝે કૅમેરા કે આગે આને કી કોઈ ઝરૂરત નહીં હૈ.’

Salman Khan Bigg Boss entertainment news television news indian television