Bigg Boss 13 માટે સલમાન ખાન આ રીતે તૈયારી કરે છે, જુઓ વીડિયો

29 September, 2019 07:09 PM IST  |  મુંબઈ ડેસ્ક

Bigg Boss 13 માટે સલમાન ખાન આ રીતે તૈયારી કરે છે, જુઓ વીડિયો

સલમાન ખાન

બિગ બૉસનો ક્રેઝ સુપરસ્ટાર સલમાન ખાનને કારણે પણ વધી જાય છે. ઘણા લોકો સલમાનને કારણે પણ બિગબૉસ જોવાનું પસંદ કરતાં હોય છે અને વીકએન્ડ પર આવતાં વીકએન્ડ કે વારને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. વીકએન્ડ કે વાર પર જે રીતે સલમાન ખાન કોન્ટેસ્ટન્ટની ક્લાસ લે છે, તે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આની માટે સલમાન ખાનને કેટલી મહેનત કરવી પડે છે અને તે બિગ બૉસ માટે કઈ રીતે તૈયારી કરતાં હોય છે.

જુએ છે બધાં જ એપિસોડ
સલમાન ખાન વીકએન્ડ પર ટીવી પર દેખાય છે અને આ દિવસ માટે સલમાન ખાન ખાસ તૈયારીઓ કરે છે. તેની માટે સલમાન ખાન બધાં જ એપિસોડ જુએ છે અને બધાં જ કોન્ટેસ્ટન્ટ પર નજર રાખે છે અને તે પણ ધ્યાનમાં રાખે છે કે કયા કોન્ટેસ્ટન્ટે શું શુ કારનામા કર્યા છે. પછી વીકએન્ડ કે વારમાં સલમાન આખા અઠવાડિયાનું હિસાબ રાખે છે.

આ રીતે કાઢે છે સમય
સલમાને પોતે જણાવ્યું કે, "શરૂઆતમાં કોન્ટેસ્ટન્ટ ઘણાં ઑર્ગેનિક હતા, પણ હવે તેની માટે ઘણી તૈયારી કરવા લાગે છે. એવામાં સૌથી મોટું ચેલેન્જ એ છે કે બધાં એપિસોડ જોવા અને એ નોંધવું કે શું અયોગ્ય છે અને શું યોગ્ય." તેમણે જણાવ્યું કે, "હું બ્રેક્સ અથવા જમતી વખતે આ જોઇ લેતો હોઉં છું. મને જ્યારે પણ સમય મળે છે હું જોવાનો પ્રયત્ન કરતો હોઉં છું. જો કે, શુક્રવારે હું આખા અઠવાડિયા દરમિયાનનો ઘટનાક્રમ જોઉં છું, જેથી મને ખ્યાલ રહે કે 'વીકએન્ડ કા વાર'માં મારે શું કહેવું છે."

પ્રમોશનમાં પણ કરે છે મહેનત
એવું નથી કે સલમાન ખાન ફક્ત ઓપનિંગ ડે અને વીકએન્ડ પર જ મહેનત કરે છે જ્યારે સલમાન શૉ શરૂ થતાં પહેલા પણ ઘણી મહેનત કરે છે. તે શૉના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તેણે કેટલીય એડ પણ શૂટ કરી છે અને એક ફિલ્મની જેમ તે આનો પ્રચાર કરે છે.

આ પણ વાંચો : ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

જાણો, સલમાન ખાનને કેટલી મળે છે ફી
જણાવીએ કે સલમાન ખાન છેલ્લા 10 વર્ષથી બિગબૉસ હોસ્ટ કરે છે. પિન્કવિલાની રિપોર્ટ પ્રમાણે, આ સીઝન 105 દિવસ એટલે કે 15 અઠવાડિયા ચાલશે. સલમાન ખાનને આ વખથે દર અઠવાડિયા માટે 13 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. સીઝન 13 હોસ્ટ કરવા માટે સલમાન ખાનને લગભગ 200 કરોડ જેટલી ફી ઑફર કરવામાં આવી છે.

Salman Khan Bigg Boss 12 television news sony entertainment television