Bigg Boss 13થી સલમાન ખાન કરશે 200 કરોડની કમાણી ?

24 September, 2019 06:12 PM IST  |  મુંબઈ

Bigg Boss 13થી સલમાન ખાન કરશે 200 કરોડની કમાણી ?

સલમાન ખાન અને રિયાલિટી ટીવી શો બિગ બોસ એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. હવે આ વિવાદાસ્પદ રિયાલિટી શોમાં આપણે બીજા કોઈ એક્ટરની કલ્પના જ ન કરી શકીએ. કહેવાઈ રહ્યું છે કે સલમાન ખાન આ શો માટે મસમોટી ફી વસુલ કરે છે. તે આ શોમાં એટલો રસ લે છે કે ઘરના દરેક ગુનેગારને પકડી પાડે છે. મળતી માહિતી મુજબ સલમાન ખાને આ વખતે શો માટે પોતાની ફી વધારી દીધી છે.

બિગ બોસ માટે સલમાન ખાનની ફી હંમેશા ચર્ચાનો વિષય રહી છે, જો હાલના રિપોર્ટ્સને સાચા માનીએ તો બિગ બોસ 13થી સલમાન ખાન 200 કરોડથી વધુની કમાણી કરશે. તો અન્ય કેટલાક રિપોર્ટ્સ કહી રહ્યા છે કે સલમાન ખાન બિગ બોસ 13થી 400 કરોડ કમાઈ રહ્યા છે.

જો કે પિંકવિલાના એક રિપોર્ટમાં કહેવાયું છે કે આ રિપોર્ટ સાચો નથી. એક સૂત્રના ઉલ્લેખથી કહેવાયું છે કે સલમાન ખાને પોતાની ફી 11 કરોડ પ્રતિ દિવસથી વધારીને 13 કરોડ રૂપિયા પ્રતિ દિવસ કરી છે. જેનો અર્થ છે કે સલમાન ખાન આ સિઝનમાં લગભગ 200 કરોડ કમાશે.

સૂત્રોએ પિંકવિલાને કહ્યું છે,'સલમાન ખાને પોતાની ફી વધારી દીધી છે. અને હવે તે પ્રતિ દિવસ 13 કરોડ રૂપિયા લેશે. એટલે કે પર એપિસોડ 6.5 કરોડ રૂપિયા. જેનો અર્થ એ પણ છે કે તે આ વખતે 200 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી શકે છે.' સલમાન ખાન એક દિવસમાં બે એપિસોડ કરે છે, એટલે તે પ્રતિ દિવસ અનુસાર ફી લે છે.

આ પણ વાંચોઃ એવી તસવીરો જે અભિનેત્રીઓ ક્યારેય જોવાનું નહીં કરે પસંદ...

બિગ બોસ 13 વિશે વાત કરીએ તો આ શો તમામ સેલિબ્રિટીઝ પર ફોકસ કરશે, સોમવારે સલમાન ખાન મુંબઈના એક મેટ્રો સ્ટેશન પર શોને લોન્ચ કર્યો હતો.

Salman Khan colors tv television news