સાજિદની ઇમોશનલ વિદાય

16 January, 2023 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રિયલિટી શો જ્યારથી શરૂ થયો છે ત્યારથી સાજિદ ખાનને આ શોમાંથી બહાર કાઢવાની માગણી ઊઠી હતી

સાજિદ ખાન

‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનમાંથી સાજિદ ખાનની વિદાય થઈ ગઈ છે. સૌકોઈ તેને ભેટીને રડ્યું હતું. આ રિયલિટી શો જ્યારથી શરૂ થયો છે ત્યારથી તેને આ શોમાંથી બહાર કાઢવાની માગણી ઊઠી હતી. સાજિદ પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપ લાગ્યા છે. જોકે શોના મેકર્સે કહ્યું કે શોના નિયમ પ્રમાણે જ તેને આ શોમાંથી કાઢી શકાશે. શોમાંથી બહાર આવવું સાજિદ અને તેના ફ્રેન્ડ્સ માટે પણ ઇમોશનલ હતું. બિગ બૉસે સાજિદને કહ્યું કે ‘આ શોના સ્પર્ધકો અને તારા ફૅન્સ સાથે તારું બૉન્ડિંગ થોડું અઘરું હતું. તું એકમાત્ર એવો કન્ટેસ્ટન્ટ હતો જેને ઘરના દરેક કન્ટેસ્ટન્ટ માન આપતા હતા. અમારી પાસે ‘બિગ બૉસ’માં કહેવા માટે તારી ઘણી સ્ટોરી છે. સાથે જ ‘બિગ બૉસ’ તારી લાઇફ સાથે સંકળાયેલી સ્ટોરી બની રહેશે.’

entertainment news sajid khan television news indian television Bigg Boss colors tv