૯ મહિનાને બદલે ૭ વર્ષનું વેકેશન

08 July, 2020 01:00 AM IST  |  Mumbai | Rashmin Shah

૯ મહિનાને બદલે ૭ વર્ષનું વેકેશન

રૂપાલી ગાંગુલી

લૉકડાઉન પછી શરૂ થનારી પહેલી ડેઇલી સોપમાં ‘અનુપમા’નું નામ આગળ રહેશે. સોમવારથી સ્ટાર પ્લસ પર શરૂ થઈ રહેલી આ નવી સિરિયલમાં લીડ કૅરૅક્ટર રૂપાલી ગાંગુલી કરે છે તો રૂપાલી સાથે સુધાંશુ પાંડે અને આશિષ મેહરોત્રા છે. ‘અનુપમા’ આમ તો માર્ચમાં જ શરૂ થવાની હતી, પણ લૉકડાઉનને કારણે શોને પાછળ લઈ જવો પડ્યો છે. આ શોથી રૂપાલી ગાંગુલીનું ૭ વર્ષનું વેકેશન પૂરું થશે. ૭ વર્ષ પછી ફરીથી સ્ક્રીન પર આવી રહેલી રૂપાલીએ મૅટરનિટી લીવ લીધી હતી અને એ પછી તેને લાગ્યું કે બાળક સાથે વધારે રહેવાની જરૂર છે એટલે તેણે એ રજા લંબાવી દીધી હતી.

રૂપાલી કહે છે, ‘આ શો એકદમ પર્ફેક્ટ સમયે શરૂ થાય છે. લૉકડાઉનના પિરિયડમાં જો કોઈની જવાબદારી ઘરમાં વધી ગઈ હોય તો એ મા હતી. લૉકડાઉન આખી દુનિયા માટે હતું, પણ પારિવારિક જવાબદારી પર કોઈ લૉકડાઉન નહોતું એટલે એને તો આ લૉકડાઉનમાં

કામ વધી ગયું અને એ પછી પણ એની કોઈ ફરિયાદ નહોતી. ‘અનુપમા’ પણ એવી જ ગૃહિણીની વાત કહે છે જેને કોઈ સામે કોઈ ફરિયાદ નથી. હું કહીશ કે અનુપમા આજે દેશની એકેક ગૃહિણીમાં જીવી રહી છે અને એની જ વાત ‘અનુપમા’માં કહેવામાં આવવાની છે.’

entertainment news indian television television news star plus