ગુપ્તા બ્રધર્સનું મારું પાત્ર મારી કરીઅર માટે સારું છે: હિતેન તેજવાણી

20 January, 2021 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુપ્તા બ્રધર્સનું મારું પાત્ર મારી કરીઅર માટે સારું છે: હિતેન તેજવાણી

હિતેન તેજવાણીએ ‘ગુપ્તા બ્રધર્સ’ના તેના પાત્રને લઈને જણાવ્યું છે કે આ રોલ તેની કરીઅર માટે ખૂબ મદદગાર સાબિત થશે. આ શોમાં તે સૌથી મોટા ભાઈ શિવનું પાત્ર ભજવી રહ્યો છે. લોકો આજે પણ આ શોને માણે છે. એ વિશે હિતેને કહ્યું હતું કે ‘હું મારા પાત્ર શિવ સાથે થોડોઘણો રિલેટ કરું છું, કારણ કે શિવની અંદર પરિવારના આદર્શો છે. આ એક સારો પ્રોજેક્ટ છે જે નક્કી મારા કામમાં ઉમેરો કરશે. મને એના પર ગર્વ છે. લોકો આજે પણ આ શોને પસંદ કરે છે. શિવને પણ સારો પ્રતિસાદ મળે છે. લોકો એ પાત્રમાં પોતાને જુએ છે કે કેવી રીતે મોટો ભાઈ અને તેની પત્ની નાના ભાઈઓ અને ઘરને સંભાળે છે.’

entertainment news indian television television news tv show hiten tejwani