ઇમરતીએ ગઈ કાલે સેટ પર કેવો જલસો કરાવ્યો?

30 September, 2020 04:27 PM IST  |  Mumbai | Rashmin Shah

ઇમરતીએ ગઈ કાલે સેટ પર કેવો જલસો કરાવ્યો?

રિશીના કંધારી

દંગલ ચૅનલની પૉપ્યુલર સિરિયલ ‘અય મેરે હમસફર’ના સેટ પર ગઈ કાલે બપોરે જલસો પડી ગયો હતો. આ જલસો કરાવ્યો હતો સિરિયલમાં ઇમરતી કોઠારીનું કૅરૅક્ટર કરતી રિશીના કંધારીએ. બન્યું એવું કે રાજસ્થાનમાં ઇમરતી નામની મીઠાઈ મળે છે એટલે આખું યુનિટ ઇમરતી પાસે મીઠાઈની ડિમાન્ડ કરતું હતું. આ ડિમાન્ડ લાંબા સમય સુધી ચાલી એટલે ઇમરતીએ ગઈકા લે ફાઇનલી સેટ પર ૧૦ કિલો એ મીઠાઈ હાજર કરી દીધી અને બધાની સામે મૂકી દીધી. કોવિડના આ સમયમાં અત્યારે આમ પણ લિમિટેડ યુનિટ સાથે કામ કરવાનું હોય એવામાં ૧૦ કિલો મીઠાઈ એ કંઈ નાની વાત ન કહેવાય. શરૂઆતમાં તો બધાએ હોંશે-હોંશે ખાધી. ડાયટના પોતાના નિયમો પણ તોડી નાખ્યા, પણ થોડી વાર પછી એવી હાલત થઈ કે કોઈનાથી મીઠાઈ ખવાતી નહોતી અને ઇમરતી બધાને આગ્રહ કરી-કરીને ખવડાવતી હતી.

ઇમરતીએ કહ્યું કે ‘આ એક એવી સ્વીટ સરપ્રાઇઝ હતી જે અમારા બધાના રિલેશનનું બૉન્ડિંગ વધારવાનું કામ કરવાનું છે.’

entertainment news indian television television news tv show Rashmin Shah