રામાયણમાં સુગ્રીવનું પાત્ર ભજવનાર એક્ટરનું નિધન, કલાકરો દુ:ખી

09 April, 2020 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રામાયણમાં સુગ્રીવનું પાત્ર ભજવનાર એક્ટરનું નિધન, કલાકરો દુ:ખી

રામાયણ સીરિયલમાં રામ અને સુંગ્રીવ

રામાનંદ સાગરની સીરિયલમાં રામાયણમાં સુગ્રીવનું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાનીનું આજે નિધન થઈ ગયું છે. આ સીરિયલમાં રામ ભગવાન બનેલા અરૂણ ગોવિલે એમને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

અરૂણ ગોવિલે ટ્વિટર પર શોક વ્યક્ત કરતા લખ્યું કે શ્યામ સુંદરના નિધનના સમાચાર સાંભળીને ઘણો દુ:ખી છું. એમણે રામાનંદ સાગરની સીરિયલમાં સુગ્રીવનો રોલ પ્લે કર્યો હતો. ઘણા સારા અને સજ્જન વ્યક્તિ છે. ઈશ્વર એમની આત્માને શાંતિ આપે. રામાયણ સીરિયલ હાલમાં ફરીથી ડીડી નેશનલ પર પ્રસારણ કરવામાં આવી રહી છે, જેના ચાલતા બધા પાત્રો એક વાર ફરીથી ચર્ચામાં છે.

શ્યામ સુંદરલ કલાનીએ એક્ટિંગ કરિયરની શરૂઆત રામાયણથી કરી હતી. જોકે એના બાદ એમને અભિનયની દુનિયામાં વધારે કામ મળ્યું નથી. રામાયણમાં સુગ્રીવની એન્ટ્રી ભગવાન રામના વનવાસ પ્રવાસે થાય છે. વાનર રાજ સુગ્રીવ રાવણથી યુદ્ધમાં રામ ભગવાનની મદદ કરે છે. સુગ્રીવ અને રામની મુલાકાત હનુમાને કરાવી હતી. રામે સુગ્રીવને પોતાના મિત્ર સમાન માને છે.

આ પણ જુઓ: Deepika Chikhalia: 'રામાયણ'ની સીતા મૈયા અત્યારે કેવું જીવન જીવે છે, જુઓ તસવીરો

રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલ, લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહેરી અને સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા, હનુમાનના રોલમાં દારા સિંહ અને રાવણનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું હતું. આ સીરિયલના પુન:પ્રસારણમાં પણ રામાયણે પોતાની લોકપ્રિયતા જાળવી રાખી અને 2015થી અત્યાર સુધી પ્રસારિત થયેલા શૉએ વધારે ટીઆરપી એકત્રિત કરી છે.

ramayan television news tv show