આજથી સ્ટાર પ્લસ પર જોવા મળશે 'રામાયણ', રોજ સાંજે 7:30 વાગ્યે

04 May, 2020 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજથી સ્ટાર પ્લસ પર જોવા મળશે 'રામાયણ', રોજ સાંજે 7:30 વાગ્યે

રામાયણ

દેશમાં લૉકડાઉન 3મેથી વધારીને 17મે સુધી લંબાવવામાં આવ્યું છે. એવામાં લોકોના મનોરંજન માટે હાલ રામાનંદ સાગરની રામાયણ સીરિયલ ચર્ચાને વિષય બની ગયો છે. હવે દૂરદર્શન બાદ સ્ટાર પ્લસ પર એનુ પ્રસારણ થવા જઈ રહ્યું છે. લૉકડાઉન વચ્ચે ફૅન્સ માટે ખુશીના સમાચાર છે. 4મેથી સાંજે 7:30 વાગ્યે તમે ફરીથી સીરિયલ જોવાનો લાભ લઈ શકો છો. જે ફૅન્સ દૂરદર્શન પર શરૂથી રામાયણ જોઈ નથી શક્યા, એમના માટે ફરીથી રામાયણ સીરિયલ જોવાનો અવસર મળી રહ્યો છે.

કેન્દ્ર સરકારે લૉકડાઉનની અવધિ બે સપ્તાહ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. એવામાં ઘરમાં બેઠા લોકો રામાયણ ફરીથી જોઈ શકે છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ફૅન્સ રામાયણ અને મહાભારતના પુન:પ્રસારણની માંગ કરી રહ્યા હતા. સાથે જ દૂરદર્શન પર કાલે ઉત્તર રામાયણનો અંતિમ એપિસોડ સમાપ્ત થયો છે. ઉત્તર રામાયણમાં લવ-કુશની વાર્તા દર્શાવવામાં આવી છે, જે જોઈને ફૅન્સની આંખોમાં આસું આવી ગયા હતા. દૂરદર્શન પર સવારે 9 વાગ્યે અને રાત્રે નવ વાગ્યે રામાયણનું પ્રસારણ થતું હતું.

રામાયણ સીરિયલે બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

જ્યારથી રામાયણ સીરિયલ શરૂ થઈ છે, ત્યારથી આ ચેનલની ટીઆરપી નંબર વન પર રહી છે. રામાયણના 16 એપ્રિલના એપિસોડને વિશ્વભરમાં 7.7 કરોડ લોકોએ જોયો છે. આ આંકડા સાથે, શૉ એક જ દિવસમાં વિશ્વભરમાં સૌથી વધુ જોવાયેલ મનોરંજન શૉ બની ગયો છે. પ્રસાર ભારતીએ આ આનંદ તેના પ્રેક્ષકો સાથે શેર કર્યો છે.

આ પણ જુઓ : 'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન

આ સમયે લોકોને રામાયણ સીરિયલ જોવી ઘણી પસંદ આવી રહી છે. ખાસ વાત છે કે ફૅન્સ શૉના પાછળ જોડાયેલી પડદા પાછળની વાર્તા જાણવામાં પણ આતુર છે. રામાનંદ સાંગરની રામાયણ સીરિયલે કલાકારોને એટલી વધારે લોકપ્રિયતા આપી છે કે લોકો એમને ભગવાનની જેમ પૂજવા લાગ્યા હતા.

હાલ બધા કલાકારો સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને શૂટિંગ દરમિયાનના ફોટોઝ ફૅન્સ સાથે શૅર કરતા નજર આવે છે.

ramayan television news tv show entertainment news