યોગ મારું વ્યસન

05 October, 2020 01:09 PM IST  |  Mumbai | Rashmin Shah

યોગ મારું વ્યસન

શમીમ માનન

કોવિડ-સંક્રમણ પછીના ન્યુ નૉર્મલમાં આવેલા ઝીટીવીના નવા શો ‘રામ પ્યારે સિર્ફ હમારે’ની લીડ ઍક્ટ્રેસ દુલારી એટલે કે શમીમ માનન માટે યોગ એ સ્તરે મહત્ત્વનો છે જે સ્તરે સામાન્ય લોકો માટે પાણી અને પોતાનું જમવાનું હોય. શમીમ કહે છે, ‘યોગ મારું વ્યસન છે એવું કહું તો પણ ચાલે અને મારી લાઇફ-સ્ટાઇલ છે એવું કહું તો પણ ચાલે. હું દુનિયામાં ગમે એ છેડે હોઉં, પણ યોગ માટેની મારી ૪૫ મિનિટ અચૂક કાઢી લઉં છું. યોગ એ મને શારીરિક જ નહીં, માનસિક રીતે પણ જબરદસ્ત શાંતિ આપી છે તો કોવિડ જેવી મહામારી સામે ટકી રહેવાની ક્ષમતા પણ આપી છે.’

શમીમ બે વર્ષથી યોગ કરે છે. લૉકડાઉનમાં તો શમીમ સવાર અને સાંજ એમ બે સમય યોગ કરતી હતી. પોતાના શોની વાત કરતાં શમીમે કહ્યું હતું કે ‘આ એક એવો શો છે જે આજની મોટા ભાગની વાઇફને ટચ કરે છે. કઈ રીતે પરિણીત મહિલા તેના આદર્શ પતિને દરેક સ્ત્રીની આંખોનો શિકાર બનતો જોઈને ઇનસિક્યૉર થાય છે એની વાત શોમાં છે. દુલારી પણ એવી જ ઇનસિક્યૉરિટી અનુભવે છે અને એમાં એના હાથમાં એક બુક આવે છે જેમાં પતિને કેવી રીતે દુનિયાથી બચાવવો એના નુસખા છે. આ નુસખા બધાને હસાવશે અને સાથોસાથ સમજણ પણ આપશે કે વાઇફને ઇનસિક્યૉર ન રહેવા દેવી જોઈએ.’

entertainment news television news indian television tv show zee tv Rashmin Shah