'Video: ભગવાન કૃષ્ણ'એ પણ પુરી કરી બોટલ કેપ ચેલેન્જ, જુઓ કૃષ્ણની લીલા

08 July, 2019 03:29 PM IST  |  મુંબઈ

'Video: ભગવાન કૃષ્ણ'એ પણ પુરી કરી બોટલ કેપ ચેલેન્જ, જુઓ કૃષ્ણની લીલા

ભગવાન કૃષ્ણ'એ પણ પુરી કરી બોટલ કેપ ચેલેન્જ

આજકાલ જેને જુઓ તે અલગ-અલગ અંદાજમાં બોટલના ઢાંકણાને ખોલવામાં લાગ્યું છે. હોલીવુડમાં શરૂ થયેલી આ ચેલેન્જ બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે દેશમાં શરૂ કરી હતી અને હવે મોટા મોટા સેલેબ્સ તેને પુરી કરી રહ્યા છે. એવામાં ભગવાન કૃષ્ણએ બનાવેલો આ વીડિયો ઈન્ટરનેટ પર છવાયેલો છે.

સ્ટાર ભારતની ધારાવાહિક સ્ટાર ભારતમાં કાન્હાનું કિરદાર નિભાવતા સુમેદ વાસુદેવે ગજબ અંદાજમાં બોટલ કેપ ચેલેન્જને પુરી કરીને લોકોનું દિલ જીતી લીધું છે. ઓન સ્ક્રીન કાન્હાએ ગુલેલથી આ કારનામું કર્યું છે. ખાસ વાત એ છે કે ગુલેલમાં ફૂલથી આ નિશાન સાધવામાં આવ્યું છે. જુઓ આ વીડિયો..


વીડિયોને સુમેધે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સુમેધે એકદમ અલગ અંદાજમાં આ ચેલેન્જ પુરી કરીને લોકોને અચંબામાં મુકી દીધા છે. હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હજી તો આ વીડિયો પોસ્ટ નથી થયો ત્યા તો લોકો તેને 2 લાખ વાર જોઈ ચુક્યા છે.

આ પણ વાંચોઃ તન્વી વ્યાસઃ આ પૂર્વ મિસ ઈન્ડિયા અર્થ છે ઉમદા અભિનેત્રી અને ગરવી ગુજરાતી

જણાવી દઈએ કે હાલમાં ગોવિંદા, સુષ્મિતા સેનથી લઈને સુનીલ ગ્રોવર સુધીના લોકો તેને પુરી કરી પોતાની ફિટનેસનો પુરાવો આપી રહ્યા છે.

television news