‘બિગ બૉસ’ના એક્સ્ટેન્શન પછી પ્રિયંકા ચૌધરીએ ફી વધારી દીધી?

18 January, 2023 04:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શો માટે પ્રિયંકા ચૌધરી પહેલાં એક અઠવાડિયાના પાંચથી સાત લાખ રૂપિયા લેતી હોવાની ચર્ચા હતી.

પ્રિયંકા ચૌધરી

પ્રિયંકા ચૌધરીએ તેની ​ફીમાં વધારો કર્યો હોય એવી ચર્ચા ચાલી રહી છે. તે હાલમાં ‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનમાં જોવા મળી રહી છે. આ શો માટે તે પહેલાં એક અઠવાડિયાના પાંચથી સાત લાખ રૂપિયા લેતી હોવાની ચર્ચા હતી. જોકે તેની પૉપ્યુલરિટી વધી ગઈ છે અને તેને લોકો પસંદ કરી રહ્યા છે. આથી જ્યારે શોને એક્સ્ટેન્ડ કરવામાં આવ્યો ત્યારે તેની ટીમે તેની ફી વધારવાની ડિમાન્ડ કરી હતી. તે હવે એક અઠવાડિયાના ૧૦ લાખ રૂપિયા ચાર્જ કરી રહી હોવાની ચર્ચા છે. જોકે આ વિશે કોઈ ઑફિશ્યલ માહિતી જાહેર કરવામાં નથી આવી, પરંતુ જો તેણે ફી વધારી હોય તો નવાઈ નહીં. ‘બિગ બૉસ’માં હાલમાં જેટલા કન્ટેસ્ટન્ટ છે એમાં પ્રિયંકાનું પલડું ભારે છે. જોકે શોમાં ઘણા કન્ટેસ્ટન્ટનું કહેવું છે કે ‘બિગ બૉસ’ દ્વારા ફરી બાયઝ્‍ડ વર્તન કરવામાં આવી રહ્યું છે. નિમ્રત કૌર અહલુવાલિયાને સિલ્વર પ્લેટમાં ટિકિટ ટુ ફિનાલે અને કૅપ્ટન્સી આપી દેવામાં આવી છે. તેની પાસે એ લેવા માટે કન્ટેસ્ટન્ટને ટાસ્ક જરૂર આપવામાં આવ્યો છે. જોકે નિમ્રત પાસે તેની મંડળી હંમેશાં સ્ટૅન્ડબાય મોડ પર હોવાથી તેને જ આ ટિકિટ મળે તો નવાઈ નહીં.

entertainment news television news indian television colors tv Bigg Boss