મજબૂરીથીમૅરેજ કરવાં પડે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય એ પ્રેમબંધન સમજાવે

02 December, 2020 03:15 PM IST  |  Mumbai | Rashmin Shah

મજબૂરીથીમૅરેજ કરવાં પડે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય એ પ્રેમબંધન સમજાવે

મનીત જૌરા

દંગલ ચૅનલના નવા શો ‘પ્રેમબંધન’માં એક એવા આઇટી-એક્સપર્ટની વાત છે જેણે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના ક્ષેત્રમાં દુનિયાભરની આંખોમાં અચરજ પાથરી દીધું છે, પણ એમ છતાં એનો એક એવો ભૂતકાળ છે જેનાથી દુનિયા અજાણ છે. હર્ષ શાસ્ત્રીનું આ કૅરૅક્ટર મનીત જૌરા કરે છે. મનીતે કહ્યું કે ‘જાનકી લીડ કૅરૅક્ટર છે. એક સિચુએશન એવી ઊભી થાય છે જેમાં જાનકીએ સંજોગોને ધ્યાનમાં રાખીને મનીત સાથે મૅરેજ કરવાં પડે છે અને એ પછી તેની સામે મનીતનો ભૂતકાળ ખૂલવાનું શરૂ થાય છે. એ સિચુએશન મનીત માટે બહુ કફોડી છે, પણ એના કરતાં પણ વધારે કફોડી હાલત જાનકીની થાય છે.’ મનીત જૌરા કહે છે, ‘એકતા કપૂરની સિરિયલ હંમેશાં નવા ટર્ન-ટ્વિસ્ટ આપતી હોય છે. આ ટર્ન-ટ્વિસ્ટ જ સિરિયલનો જીવ છે એવું કહીએ તો જરાય ખોટું નહીં કહેવાય. મજબૂરી વચ્ચે મૅરેજ કર્યા પછી પણ શાસ્ત્રોની તમામ રીતને લાઇફમાં લાવવી એ સહેલું નથી અને જાનકી એ કામ કરે છે, કરે પણ છે અને હેરાન પણ થાય છે.’

entertainment news indian television television news tv show Rashmin Shah