પ્રતીક હવે બનશે ‘વિઠ્ઠલ તીડી’

30 March, 2021 02:32 PM IST  |  Mumbai | Rashmin Shah

‘સ્કૅમ 1992 - ધી હર્ષદ મહેતા સ્ટોરી’ પછી ઍક્ટર ગુજરાતી વેબ-સિરીઝમાં જોવા મળશે

પ્રતીક હવે બનશે ‘વિઠ્ઠલ તીડી’

સોની લિવની વેબ-સિરીઝ ‘સ્કૅમ 1992 - ધી હર્ષદ મહેતા સ્ટોરી’માં હર્ષદ મહેતા બન્યા પછી હવે પ્રતીક ગાંધી વિઠ્ઠલ નામના કૅરૅક્ટર સાથે ગુજરાતી વેબ-સિરીઝમાં જોવા મળવાનો છે. ‘વિઠ્ઠલ તીડી’ નામની આ વેબ-સિરીઝ આવતા મહિને શરૂ થનારા નવા ગુજરાતી ડિજિટલ પ્લૅટફૉર્મ ‘ઓહો’ પર રિલીઝ થશે. 
ફિલ્મ-ડિરેક્ટર અને પ્રોડ્યુસર અભિષેક જૈન દ્વારા શરૂ કરવામાં આવેલા આ વેબ-પ્લૅટફૉર્મ પર ‘વિઠ્ઠલ તીડી’ ઉપરાંત બીજી અનેક વેબ-સિરીઝ આવશે પણ એ તમામ વેબ-સિરીઝમાં સૌથી મોટું અટ્રૅક્શન જો કોઈ હોય તો એ ‘વિઠ્ઠલ તીડી’નું છે. હિન્દી વેબ-સિરીઝમાં જબરદસ્ત હિટ થયા પછી પણ પ્રતીકે પોતાનું કમિટમેન્ટ પૂરું કર્યું અને ગુજરાતી વેબ-સિરીઝ પ્લૅટફૉર્મ પર પોતાની પહેલી વેબ-સિરીઝ કરી. ‘વિઠ્ઠલ તીડી’માં પ્રતીક ગાંધી સાથે ‘હેલ્લારો’ ફેમ શ્રદ્ધા ડાંગર પણ છે.

Rashmin Shah television news indian television Pratik Gandhi