પૂજા બૅનરજીના યંગર વર્ઝન માટે મદદે આવી તેની ભાણેજ રિધાન્યા

01 August, 2020 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂજા બૅનરજીના યંગર વર્ઝન માટે મદદે આવી તેની ભાણેજ રિધાન્યા

પૂજા બૅનરજી, ભાણેજ રિધાન્યા

ઝીટીવી પર આવતી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’માં પૂજા બૅનરજીની સાથે તેની ભાણેજ રિધાન્યા પણ જોવા મળશે. આ શોમાં નેના સિંહની જગ્યાએ હવે રિયાના પાત્રમાં પૂજા જોવા મળી રહી છે. સ્ટોરીમાં રિયાના રૂમમાં તેના બાળપણના ઘણા ફોટો લગાવવાની જરૂર હોવાથી આ માટે રિધાન્યાની મદદ લેવામાં આવી છે. પૂજાની ત્રણ વર્ષની ભાણેજ રિધાન્યા તેના જેવી જ દેખાતી હોવાથી તેના યંગર વર્ઝન માટે તેના ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિશે પૂજાએ કહ્યું હતું કે ‘મારી રૂમને ડેકોરેટ કરવા માટે ક્રીએટિવ ટીમને મારા બાળપણના ફોટોઝ જોઈતા હતા. જોકે મારી પાસે એ સમયે મારા ફોટો ન હોવાથી હું એ તેમને નહોતી આપી શકી. જોકે મેં તેમને કહ્યું હતું કે મારી ભાણેજ મારા જેવી જ દેખાય છે અને એથી મેં તેના ફોટોનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. તેને પણ મારી જેમ ઍક્ટિંગ કરવી પસંદ છે અને હું એ જોઈ શકું છું. આથી તેના ફોટોનો ઉપયોગ કરવાનો મને વિચાર આવ્યો હતો. ટીમે આ ફોટો જોયા બાદ તેમણે પણ એનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. તે આ ફોટો દ્વારા શોનો ભાગ બનશે અને એથી આ શો મારા માટે વધુ સ્પેશ્યલ બની ગયો છે.’

entertainment news indian television television news zee tv