‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના મારા રોલ દેવયાનીને લોકો હંમેશાં યાદ રાખશે : મિતાલી નાગ

07 August, 2022 01:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિતાલી નાગનું કહેવું છે કે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના મારા રોલ દેવયાનીને લોકો હંમેશાં યાદ રાખશે.

મિતાલી નાગ

મિતાલી નાગનું કહેવું છે કે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના મારા રોલ દેવયાનીને લોકો હંમેશાં યાદ રાખશે. તેનો જન્મ નાગપુરમાં થયો હતો અને ઉછેર પણ ત્યાં જ થયો હતો. તે સિંગર બનવા માટે મુંબઈ આવી હતી, પરંતુ તેના નસીબમાં ઍક્ટ્રેસ બનવાનું લખાયું હતું. ‘અફસર બિટિયા’ સિરિયલે તેની કરીઅર બનાવી દીધી હતી. આ શો ૨૦૧૧ના ડિસેમ્બરથી શરૂ થઈને ૨૦૧૨ સુધી ચાલ્યો હતો. પોતાની જર્ની વિશે મિતાલી નાગે કહ્યું કે ‘મારો જન્મ અને ઉછેર નાગપુરમાં થયો હતો. હું સિંગર બનવા માટે મુંબઈ આવી હતી. એ માટે કેટલાક રિયલિટી શોમાં પણ મેં ભાગ લીધો હતો અને હું એમાં જીતી હતી. આમ છતાં નસીબમાં કંઈક અલગ જ લખાયું હતું. મને ટીવી-શોમાં લીડ રોલ મળ્યો હતો અને ત્યારથી જ ઍક્ટિંગ મારો પ્રોફેશન બની ગયો છે.’
તને કયા રોલ માટે લોકો આજે પણ યાદ રાખે છે? એ વિશે મિતાલી નાગે કહ્યું કે ‘ત્યાર બાદ મેં અનેક શો કર્યા હતા, પરંતુ હવે લોકો મને ક્રિષ્ના રાજ તરીકે ઓળખે છે અને મારા કામની પ્રશંસા કરે છે અને સાથે જ કહે છે કે મારું કૅરૅક્ટર તેમને કઈ રીતે પ્રેરણા આપે છે.’
પોતાની સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં તે માનસિક રીતે અક્ષમ યુવતી દેવયાની ચૌહાણના રોલમાં જોવા મળી રહી છે. આ રોલ વિશે મિતાલીએ કહ્યું કે ‘મને લાગે છે કે દેવી અથવા તો દેવ્યાની એક એવો રોલ છે જેને માટે લોકો મને હંમેશાં યાદ રાખશે. એવું પાત્ર ટીવી પર ક્યારેક જ દેખાય છે. દેવી તરીકે પાત્ર ભજવવું મને ખૂબ ગમ્યું, કેમ કે એમાં પર્ફોર્મ કરવાનો ઘણો સ્કોપ છે. તે એક બાળક જેવી છે અને સૌથી સારી વાત એ છે કે હું તેના જેવી જ ઍનિમેટેડ કાં તો ચતુર છું, કારણ કે એક બાળક કંઈ પણ કરી શકે છે અને કંઈ પણ બની શકે છે. એ વસ્તુ તેમના પર સારી પણ દેખાય છે. તે અનેક વસ્તુ સમજી શકે છે. કેટલીક વસ્તુઓની અને તેની આસપાસના લોકોની તેના પર છાપ પડે છે. તે ખૂબ નિર્દોષ છે.’
આ પાત્ર ભજવવા માટે તેં કેવી તૈયારી કરી હતી? એ વિશે મીતાલીએ કહ્યું કે ‘મારા ઘરે મારો નાનો દીકરો રુદ્રાંશ છે. હું સતત તેનું નિરીક્ષણ કરું છું અને જ્યારે દેવયાનીનો રોલ કરું ત્યારે તેની કેટલીક આદતનો હું ઉપયોગ કરું છું.’ 

television news indian television