ભગવાન રામને ફૅન્સે પૂછ્યું, 'ક્યારે મળશે કોરોનાથી છૂટકારો પ્રભુ'

03 May, 2020 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભગવાન રામને ફૅન્સે પૂછ્યું, 'ક્યારે મળશે કોરોનાથી છૂટકારો પ્રભુ'

અરૂણ ગોવિલ

કોરોના વાઈરસના સંકટ વચ્ચે શહેરમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લૉકડાઉનના લીધે લોકો પોતાના ઘરમાં જ કેદ છે અને સાથે જ 17 મે સુધી લૉકડાઉન લંબાવવામાં આવ્યો છે. તો રામાયણ અને મહાભારત જેવી ધાર્મિક સીરિયલો લોકોનું મનોરંજન કરી રહી છે. 33 વર્ષ બાદ સૌની લોકપ્રિય રામાયણ સીરિયલ ફરી એક વાર ચર્ચાનો વિષય બની ગયો છે.

વર્ષ 1987માં રામાનંદ સાગરની રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલ લોકોના દિલમાં સૌથી સારી છાપ છોડી છે અને આ સીરિયલના પુન:પ્રસારણથી તેઓ ઘણા ઉત્સાહિત છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર રામ ભગવાન ઘણા છવાયેલા છે. રામાયણ સીરિયલથી બધા પાત્રો ઘણા લોકપ્રિય બની ગયા છે. રામ, લક્ષ્મણ અને સીતા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. ત્યારે કોરોના વાઈરસને લઈ ફૅન્સે અરૂણ ગોવિલને ટ્વિટર પર એક પ્રશ્ન પૂછ્યો છે કે 'કોરોના વાઈરસથી ક્યારે પીછો છૂટશે પ્રભુ', તો એનો જવાબ આપતા અરૂણ ગોવિલે કહ્યું કે 'બધાના એફર્ટથી જલ્દી છૂટશે'.

ત્યારે જ રામ ભગવાન દ્વારા રિપ્લાય કરવામાં આવેલો આ ટ્વિટ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે હાલ રામાયણ અને મહાભારત અને બીજી કેટલીક સીરિયલોના પુન:પ્રસારણથી ચેનલની ટીઆરપી ઘણી વધી રહી છે અને ટૉપ રેન્કિંગ રહી છે. આ બધામાં લોકોને સૌથી વધારે રામાયણ જોવામાં રસ પડી રહ્યો છે.

આ પણ જુઓ : રામાયણના 'કુશ'નો અત્યારનો લૂક જોયો? લવમાં પડી જશો આ ફેમસ એક્ટરના

રામાયણમાં સીતાના પાત્રમાં જોવા મળેલી દીપિકા ચિખલિયા ત્રણ દાયકા પછી ફરીથી રેકોર્ડ બનાવવામાં પણ ઘણી ખુશ છે. તેમણે કહ્યું હું ઘણી ખુશ છું કે રામાયણ સીરિયલ 'ગેમ ઑફ થ્રોન્સ'થી પણ આગળ નીકળી ગઈ છે. મને લાગે છે કે આ એક એવો શૉ છે જેને બધાએ જોયો છે અને આ ઘણી ખુશીના સમાચાર છે. દીપિકાએ રામાયણની સફળતાનો શ્રેય તમામ વિભાગની મહેનતને આપ્યો છે.

ramayan television news tv show entertainment news