આજે ઓપન થાય છે પપ્પાને પ્રેમ છે, દીકરાને વ્હેમ છે

19 January, 2020 11:53 AM IST  |  Mumbai Desk

આજે ઓપન થાય છે પપ્પાને પ્રેમ છે, દીકરાને વ્હેમ છે

એમ. ડી. પ્રોડક્શન્સ નિર્મિત અને આસિફ પટેલ પ્રસ્તુત ‘પપ્પાને પ્રેમ છે, દીકરાને વ્હેમ છે’ના લેખક પ્રયાગ દવે છે, જ્યારે નાટકનું દિગ્દર્શન વિપુલ વિઠલાણીનું છે. નાટકના મુખ્ય કલાકારોમાં વિપુલ વિઠલાણી સાથે પ્ર‌િયંકા પંચાલ, ધ્રુવ બારોટ, શૈલજા શુક્લ, જય જાની અને તિતિક્ષા પંડ્યા છે. નાટક એના નામ મુજબ જ ગરબડ-ગોટાળાઓ દ્વારા ઊભી થતી કૉમેડીને મંચસ્થ કરે છે. નાટકના દિગ્દર્શક વિપુલ વિઠલાણી કહે છે, ‘કૉમેડીના નામે આજે જે ચાલી રહ્યું છે એના કરતાં સાવ જુદું અને એકદમ નક્કર કહેવાય એવું હાસ્ય અમે નાટક દ્વારા લાવ્યા છીએ. કહી શકો કે લાંબા સમય પછી પહેલી વખત સિચુએશનલ કૉમેડી ઑડિયન્સને જોવા મળશે.’

સંબંધો બેક થયેલી બ્રેડ જેવા હોય છે, પણ જ્યારે એ બેક્ડ બ્રેડ પર ફન, આનંદ, ખુશી, રોમાંચ, ઈર્ષ્યા, અસલામતીની ભાવના અને વાતને ખાનગી રાખવાની માનસિકતા ઉમેરાય છે ત્યારે એ બ્રેડ પીત્ઝાનું રૂપ લઈ લે છે. આ નાટકમાં પણ એવું જ ચાલી રહ્યું છે. એક સંયમ‌િત પરિવાર છે અને એ પરિવારમાં રોમાંચ ત્યારે ઉમેરાય છે જ્યારે એમાં આગળ કહ્યું એ બધા રંગ ઉમેરાવાનું શરૂ થઈ જાય છે. પપ્પાનું કૅરૅક્ટર વિપુલ વિઠલાણીએ કર્યું છે, જે પ્રેમમાં છે, તો તેનો દીકરો પણ પ્રેમમાં છે અને બન્નેનો પ્રેમ અઢળક કન્ફ્યુઝશન ઊભું કરવાનું કામ કરે છે, આ કન્ફ્યુઝશન થોકબંધ મનોરંજન પૂરું પાડે છે.

‘પપ્પાને પ્રેમ છે, દીકરાને વ્હેમ છે’નો શુભારંભ રવિવારે રાતે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

gujarati film