ટીવી અને ફિલ્મોને જોડતી કડી છે ઓટીટી પ્લૅટફૉર્મ્સ

26 February, 2021 02:15 PM IST  |  Ahmedabad | Nirali Dave

ટીવી અને ફિલ્મોને જોડતી કડી છે ઓટીટી પ્લૅટફૉર્મ્સ

ટીવી અને ફિલ્મોને જોડતી કડી છે ઓટીટી પ્લૅટફૉર્મ્સ

મરાઠી તથા હિન્દી ફિલ્મો અને સિરિયલો કરી ચૂકેલાં સુપ્રિયા પિળગાવકર મુખ્યત્વે ‘તૂતૂમૈંમૈં’, ‘સસુરાલ ગેંદા ફૂલ’, ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’ જેવી સિરિયલોને કારણે જાણીતાં છે. તેઓ છેલ્લે ‘સૂરજ પે મંગલ ભારી’ ફિલ્મમાં જોવા મળ્યાં છે જેનું ટીવી-પ્રીમિયર ઝી સિનેમા પર ૨૮ ફેબ્રુઆરીએ થવાનું છે. અભિષેક શર્મા નિર્દેશિત આ સટાયર કૉમેડી ફિલ્મમાં તેઓ મનોજ બાજપાઈની મમ્મીના રોલમાં છે. સુપ્રિયા પિળગાવકરે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું કે ‘સૂરજ પે મંગલ ભારી’ એક લાઇટ હાર્ટેડ કૉમેડી છે અને એની ટ્રીટમેન્ટ હૃષીકેશ મુખરજીની ફિલ્મ જેવી છે. પહેલાં તો હું આ રોલ માટે ખચકાતી હતી, કારણ કે મનોજ બાજપાઈ અને મારી ઉંમર લગભગ સરખી છે, પણ પછી વિચાર્યું કે મનોજની ઉંમર આ ફિલ્મમાં તેમની રિયલ એજની સરખામણીએ નાની છે એટલે હું મમ્મીના રોલ માટે યોગ્ય છું.’
અભિનેત્રીએ ઉમેર્યું કે ‘આ ફિલ્મનું શૂટિંગ લૉકડાઉન થયું એના એક દિવસ પહેલાં જ પૂરું થઈ ચૂક્યું હતું એટલે અમને બહુ વાંધો ન આવ્યો. આવી હળવી, સુંદર ફિલ્મ કરવાને લીધે મારું લૉકડાઉન પણ સારું વીત્યું.’ ઉલ્લેખનીય છે કે લૉકડાઉન ખૂલ્યા બાદ ‘સૂરજ પે મંગલ ભારી’ થિયેટરમાં રિલીઝ થનારી પહેલી ફિલ્મ હતી. આજે ઓટીટી વર્લ્ડનો જમાનો છે ત્યારે સુપ્રિયા કહે છે કે ‘ઓટીટી એ ફિલ્મો અને ટીવી માધ્યમને જોડતી કડી છે. ટીવી માધ્યમથી વિપરીત વેબ-સિરીઝને ૧૩-૧૪ એપિસોડમાં પૂરી કરી શકાય છે અને અઢી કલાકની ફિલ્મો કરતાં પણ વધુ લાંબી બનાવી શકાય છે. તો ટીવી-સિરિયલોમાં હવે તેઓ મુખ્ય રોલ જ કરશે એવું સુપ્રિયાનું કહેવું છે.

indian television television news