સોશ્યલ મીડિયાને કારણે પોતાની જાતને અપ-ટુ-ડેટ રાખી શકાય છે : પુનિત પાઠક

16 November, 2021 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુનિત હાલમાં ‘ડાન્સ+’ની સીઝન 6માં કૅપ્ટન બન્યો છે

પુનિત જે. પાઠક

પુનિત જે. પાઠકનું માનવું છે કે સોશ્યલ મીડિયાને કારણે ડાન્સની બાબતમાં પોતાની જાતને અપ-ટુ-ડેટ રાખી શકાય છે. પુનિત હાલમાં ‘ડાન્સ+’ની સીઝન 6માં કૅપ્ટન બન્યો છે. આ શો સ્ટાર પ્લસ પર આવે છે. તેનું કહેવું છે કે ડાન્સના ક્ષેત્રમાં દરરોજ નવું-નવું આવતું હોવાથી એની માહિતી રાખવી જરૂરી છે. એ વિશે પુનિતે કહ્યું હતું કે ‘પહેલાં બે મિનિટની પ્રસિદ્ધિનો કન્સેપ્ટ હતો એ હવે બદલાઈને ૧૫ સેકન્ડનો થઈ ગયો છે. એથી હા, આપણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં વર્તમાનમાં શું ચાલી રહ્યું છે, કયાં સ્ટેપ્સ ટ્રેન્ડ કરી રહ્યા છે અને કયું ગીત પૉપ્યુલર છે એ બધા પર નજર રાખવી પડે છે. સોશ્યલ મીડિયાને કારણે પોતાની જાતને ડાન્સને લગતી બધી માહિતી અપ-ટુ-ડેટ રાખવામાં મદદ મળે છે.’
કન્ટેસ્ટ્ન્ટસની અંદર કેવી ક્વૉલિટી જુએ છે એ વિશે પુનિતે કહ્યું હતું કે ‘માત્ર એક જ સીઝન માટે નહીં, પરંતુ બધી સીઝનમાં સૌથી અગત્યની ક્વૉલિટી જો કોઈ હોય તો એ છે કળા પ્રતિની પ્રામાણિકતા. એ ગુણ ડાન્સરની મૂવમેન્ટમાં સહજતાથી દેખાઈ આવે છે. તમને પણ લાગશે કે પ્રામાણિક કલાકાર તરીકે તેની પ્રામાણિકતા વધુને વધુ ચમકતી રહેશે. તેમનો કળા પ્રતિનો પ્રેમ અને બીટ્સની સમજ પહેલેથી તેમની અંદર છે એવું ધારવામાં આવે છે. ઈમાનદારી, સખત મહેનત અને જોશ એ ત્રણેય ગુણ હું સ્પર્ધકને જજ કરતી વખતે ધ્યાનમાં રાખીશ.’

entertainment news indian television television news tv show