અમૂલે પણ કરી 'રામાયણ'ની સફળતાની ઉજવણી, શૅર કરી આ તસવીર

05 May, 2020 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમૂલે પણ કરી 'રામાયણ'ની સફળતાની ઉજવણી, શૅર કરી આ તસવીર

રામાયણ

કોરોના વાઈરસના સંકટ વચ્ચે શહેરમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લૉકડાઉનના લીધે લોકો પોતાના ઘરમાં જ કેદ છે અને સાથે જ 17 મે સુધી લૉકડાઉન લંબાવવામાં આવ્યો છે. તો રામાયણ અને મહાભારત જેવી ધાર્મિક સીરિયલો લોકોનું મનોરંજન કરી રહી છે. 33 વર્ષ બાદ સૌની લોકપ્રિય રામાયણ સીરિયલ ફરી એક વાર ચર્ચાનો વિષય બની ગયો છે. રામાયણના રી-ટેલિકાસ્ટે તો દૂરદર્શનને એટલા વ્યૂઅર્સ આપ્યા કે ચેનલને જૂના દિવસો યાદ આવી ગયા અને એની સાથે જ સીરિયલે જે રેકૉર્ડ વૈશ્વિક સ્તર પર બનાવ્યો છે એ જોઈને લોકો હેરાન થઈ ગયા છે. આ પ્રસંગે અમૂલ પણ રામાયણની સફળતાને એન્જોય કરી રહ્યા છે.

અમૂલ પોતાના ક્રિએટિવ અંદાજથી સેલિબ્રેશન અને ટ્રિબ્યૂટ આપવા માટે ઓળખાય છે. અમૂલે સોશિયલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો છે જેમાં તે અનોખા અંદાજમાં રામાયણની સફળતાની ઉજવણી કરતા નજર આવી રહી છે. શૅર કરેલી તસવીરમાં અમૂલ ગર્લ રામાયણ તરફથી થમ્સઅપ કરતી નજરે પડે છે. જ્યાં બીજી તરફ બિગ બેન્ગ થ્યરીની કાસ્ટ હાથ પર હાથ રાખીને નજરે આવી રહી છે. સાથે ફોટોના કેપ્શનમાં લખ્યું છે- Amul Love By Millions.

રામાયણે વ્યૂઅરશિપના મામલામાં વિદેશનો પોપ્યુલર શૉઝ જેમ કે બિગ બેન્ગ અને ગેમ્સ ઑફ થ્રોન્સને પછાડી દીધા છે. આ પ્રસંગે અમૂલ પણ રામાયણની સફળતાની ઉજવણી કરી રહી છે.

દૂરદર્શન તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, રામાનંદ સાગરની રામાયણ સીરિયલે ટેલિકાસ્ટ દરમિયાન 7.7 કરોડની વ્યૂઅરશિપ બનાવી અને બધા રૅકોર્ડ તોડી દીધા. જેના પછી આ સૌથી વધારે જોવાતી સીરિયલ બની. અમુક જ અઠવાડિયામાં રામાયણ ખૂબ જ લોકપ્રિય બની છે, પણ 16 એપ્રિલના આ રેકૉર્ડે કીર્તિમાન સ્થાપિત કર્યો છે. જો કે, 16 એપ્રિલે પ્રસારિત કરવામાં આવેલા એપિસોડે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.

આ પણ જુઓ : રામાયણના 'કુશ'નો અત્યારનો લૂક જોયો? લવમાં પડી જશો આ ફેમસ એક્ટરના

હવે દૂરદર્શન બાદ સ્ટાર પ્લસ પર રામાયણનુ પ્રસારણ થવા જઈ રહ્યું છે. લૉકડાઉન વચ્ચે ફૅન્સ માટે ખુશીના સમાચાર છે. 4મેથી સાંજે 7:30 વાગ્યે તમે ફરીથી સીરિયલ જોવાનો લાભ લઈ શકો છો. જે ફૅન્સ દૂરદર્શન પર શરૂથી રામાયણ જોઈ નથી શક્યા, એમના માટે ફરીથી રામાયણ સીરિયલ જોવાનો અવસર મળી રહ્યો છે.

television news tv show entertainment news ramayan