ક્રિકેટ નહીં, હવે જાસૂસી

08 April, 2021 02:22 PM IST  |  Mumbai | Rashmin Shah

મહેન્દ્રસિંહ ધોની ગુજરાતી ભાવિક વોરા સાથે મળીને ઍનિમેશન સિરીઝ બનાવશે, જે સીક્રેટ એજન્ટ પર આધારિત છે

મહેન્દ્ર સિંહ ધોની

વર્લ્ડક્લાસ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ એન્ટરટેઇનમેન્ટ કંપની બનાવી છે એ હવે નવી વાત નથી, પણ તેની આ કંપની સાથે મળીને ગુજરાતી ભાવિક વોરા સીક્રેટ એજન્ટ પર આધારિત ઍનિમેશન સિરીઝ બનાવશે એ વાત બિલકુલ નવી છે. ધોની એન્ટરટેઇનમેન્ટ અને બ્લૅક વાઇટ ઑરેન્જ કંપની સાથે મળીને જે ઍનિમેશન સિરીઝ બનાવશે એનું કામ પણ ઑલરેડી શરૂ થઈ ગયું છે અને આવતા વર્ષે એની પહેલી સીઝન રિલીઝ થવાની છે. મહેન્દ્રસિંહે કહ્યું હતું કે ‘સ્ટોરી અને આઇડિયા મને બહુ ગમ્યા એટલે મેં તરત જ આગળ વધવાની પરમિશન આપી દીધી.’
સીક્રેટ એજન્ટ ‘કૅપ્ટન-સેવન’નો લુક ઑબ્વિયસલી માહીના લુક સાથે બંધબેસતો હશે. કૅપ્ટન-સેવન કેવી રીતે દેશની રક્ષા કરે છે અને દેશ પર આવનારી તકલીફોને દૂર કરે છે એ આ ઍનિમેશન સિરીઝના બેઝમાં રહેશે. કહી શકાય કે આ ‘કૅપ્ટન-સેવન’ આપણો ઇન્ડિયન જેમ્સ બૉન્ડ હશે. 

television news indian television Rashmin Shah