સ્ટોરી 9 મન્થ્સ કીના ટ્વિસ્ટ માટે રહો તૈયાર

25 January, 2021 03:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટોરી 9 મન્થ્સ કીના ટ્વિસ્ટ માટે રહો તૈયાર

આશય મિશ્રા

સોની ચૅનલ પર આવતી સિરિયલ ‘સ્ટોરી 9 મન્થ્સ કી’માં નવો ટ્વિસ્ટ જોવા મળશે. આ સિરિયલ સોમવારથી શુક્રવારે રાતે ૧૦ વાગ્યે દેખાડવામાં આવે છે. આ શોમાં સારંગધર પાન્ડેના રોલમાં આશય મિશ્રા છે અને આલિયા શ્રોફની ભૂમિકા સુકૃતિ ભજવી રહી છે. આલિયા આઇવીએફ ટેક્નિકથી બાળકને જન્મ આપવા માગે છે. સંયોગ એવો બને છે કે સારંગધર જ તેનો ડોનર બને છે. જોકે જ્યારે બન્નેને આ વાતની જાણ થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આ સીક્વન્સ વિશે આશયે કહ્યું કે ‘મારા કૅરૅક્ટર સારંગધર માટે આ જાણવું અને સ્વીકારવું ખરેખર ચોંકાવનારું હતું કે સંજોગવશાત્ તે આલિયાના બાળકનો ડોનર બન્યો હોય છે. એ તેને માટે થોડું અઘરું બની જાય છે. સારંગને એ વાતની જાણ થાય છે એ સીક્વન્સનું શૂટિંગ કરવું તેને માટે કપરું હોય છે. જોકે શોનો તો આ ટર્નિંગ પૉઇન્ટ છે. લોકોને આલિયા અને સારંગને આ પૉઇન્ટ પર જોવાનું ઇન્ટરેસ્ટિંગ લાગશે, જે તેમની જર્નીને પૂરી રીતે બદલી નાખશે. આલિયાને એકલપંડે પોતાના બાળકનો ઉછેર કરવો છે. સારંગધરને આ ન જન્મેલા બાળક માટે જવાબદાર હોવાની લાગણી થાય છે.  તેને માટે મિક્સ્ડ ફીલિંગ છે. પર્સનલી મને લાગી રહ્યું છે કે ‘સ્ટોરી 9 મન્થ્સ કી’ બન્નેનાં કૅરૅક્ટર્સ માટે એક શરૂઆત રહેશે. આશા છે કે લોકોને આ જર્ની પસંદ પડશે.’

entertainment news indian television television news tv show