સુપર આજીને એક લાખ રૂપિયા દાન કર્યા નેહા કક્કડે

25 December, 2020 05:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપર આજીને એક લાખ રૂપિયા દાન કર્યા નેહા કક્કડે

નેહા કક્કડે ‘ઇન્ડિયન આઇડલ’ની સ્પર્ધક શાંતાબાઈ પવાર એટલે કે ‘સુપર આજી’ને એક લાખ રૂપિયાનું દાન કર્યું છે. પુણેના રસ્તા પર ‘લાથી કાઢી’ ગીત ગાવા માટે જાણીતાં શાંતાબાઈ પવાર ‘ઇન્ડિયન આઇડલ 2020’માં જોવા મળ્યાં હતાં. તેઓ સાયલી કાંબલેને સપોર્ટ કરવા માટે આવ્યાં હતાં. તેઓ લૉકડાઉન દરમ્યાન પર્ફોર્મ કરતાં અને વાસણ ખખડાવીને લોકોને જણાવતાં કે તેઓ પર્ફોર્મ કરી રહ્યાં છે. આ દ્વારા તેઓ પૈસા કમાતાં અને દસ અનાથ છોકરીઓને ભરણ-પોષણ પૂરું પાડતાં હતાં. જોકે કેટલાક દિવસ એવા પણ જતા હતા કે તેમણે ભૂખ્યા રહી આ બાળકોને ખવડાવવું પડતું હતું. તેમના આ કામથી પ્રભાવિત થઈને નેહાએ તેમને એક લાખ રૂપિયા દાન કર્યા હતા જેથી તેઓ વધુ સારું કામ કરી શકે.

entertainment news indian television television news indian idol neha kakkar