'ગૅન્ગ્સ ઑફ ફિલ્મિસ્તાન'માં જોવા મળશે નવજોત સિંહ સિદ્ધુ?

28 August, 2020 11:45 AM IST  |  Mumbai | Rashmin Shah

'ગૅન્ગ્સ ઑફ ફિલ્મિસ્તાન'માં જોવા મળશે નવજોત સિંહ સિદ્ધુ?

નવજોત સિંહ સિદ્ધુ

સ્ટાર ભારતના સોમવારથી શરૂ થતા કૉમેડી શો ‘ગૅન્ગ્સ ઑફ ફિલ્મિસ્તાન’ની લીડ સુનીલ ગ્રોવરના હાથમાં છે, પણ સુનીલ ઉપરાંત આ શોમાં અનેક કૉમેડિયન પણ જોડાયા છે. આ જ શોમાં હવે એક એવું નામ આવ્યું છે જે સાંભળીને કપિલ શર્માના પેટમાં તેલ રેડાય; હા, નવજોત સિંહ સિદ્ધુ. જો વાત સાચી હોય તો નવજોત સિંહ સિદ્ધુ સ્ટાર ભારતના ‘ગૅન્ગ્સ ઑફ ફિલ્મિસ્તાન’માં સુનીલ ગ્રોવર સાથે જોડાઈ રહ્યા છે. નવજોત સિંહ સિદ્ધુએ ‘ધી કપિલ શો’ છોડ્યા પછી બીજો કોઈ શો કર્યો નથી. જો તેઓ સ્ટાર ભારતના આ શોમાં જોડાશે તો નૅચરલી નવજોત સિંહના ફૅન્સ ખુશ થઈ જશે.

‘ગૅન્ગ્સ ઑફ ફિલ્મિસ્તાન’માં જાણીતી બૉલીવુડ ફિલ્મોની ગૅન્ગ્સથી માંડીને નવા સીન્સ અને પૉપ્યુલર સીનનાં સ્પૂફ રજૂ કરવામાં આવશે. સુનીલ ગ્રોવરે કહ્યું કે ‘કેટલીક વખત ઓરિજિનલ સીન કરતાં પણ સ્પૂફ વધારે પૉપ્યુલર થતાં હોય છે.’

entertainment news indian television television news navjot singh sidhu the kapil sharma show comedy nights with kapil sunil grover Rashmin Shah