ઇશ્કબાઝના નકુલ મેહતાની વાઇફની થઈ ગોદભરાઈ

30 November, 2020 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇશ્કબાઝના નકુલ મેહતાની વાઇફની થઈ ગોદભરાઈ

નકુલ મેહતાની વાઇફ જાનકી પારેખ સાથે

‘ઇશ્કબાઝ’ના નકુલ મેહતાની વાઇફ જાનકી પારેખની ગોદભરાઈ તાજેતરમાં જ યોજવામાં આવી હતી. આ ફંક્શનમાં માત્ર નજીકના મિત્રો અને ફૅમિલીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગોદભરાઈના કેટલાક ફોટો નકુલે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. ફોટોમાં જાનકીએ બ્લુ શરારા પહેર્યો હતો તો નકુલે કુરતા-પાયજામા પહેર્યા હતા. નવા બાળકને આવકારવાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ છલકાઈ રહી છે. જાનકીના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો પણ ખૂબ ખીલી રહ્યો છે. થોડા સમય પહેલાં જ બન્નેએ આ ગુડ ન્યુઝ સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા. ત્યારથી જ તેમના ફૅન્સ તેમને શુભેચ્છા આપી રહ્યા છે.

entertainment news television news indian television nakuul mehta