Nach baliye 9: દુર્ઘટનાઓથી બચવા સલમાને અજમાવ્યો આ ઉપાય!!!

17 September, 2019 06:50 PM IST  |  મુંબઈ ડેસ્ક

Nach baliye 9: દુર્ઘટનાઓથી બચવા સલમાને અજમાવ્યો આ ઉપાય!!!

નચ બલિયે 9

સલમાન ખાન દ્વારા પ્રૉડ્યુસ કરાતા સેલેબ ડાન્સ રિયાલિટી શૉમાં મોટે ભાગે એક પછી એક દુર્ઘટનાઓ થઈ રહી છે. તેમાંથી કેટલીક તો એવી છે જેને કારણે કેટલાક કોન્ટેસ્ટન્ટ હૉસ્પીટલ સુધી પહોંચી ગયા છે. જણાવીએ કે શૉની શરૂઆતમાં જ્યારે દુર્ઘટનાઓ વધી ગઈ હતી ત્યારે સલમાને મંચ પર કુરાન વંચાવ્યું હતું. તાજેતરમાં જ ખબર પડી છે કે હવે શૉના મંચ પર પૂજા કરાવવામાં આવી રહી છે.

ગયા અઠવાડિયે શૉમાં ચાર વાઇલ્ડ કાર્ડ જોડીઓએ શૉમાં એન્ટ્રી લીધી છે, જેમાં કસોટી ઝિંદગીકીની ફેમ એક્ટ્રેસ પૂજા બનર્જી સામેલ છે. પૂજાએ શૉમાં પતિ સંદીપ સેજવાલ સાથે ભાગ લીધો છે. પોતાની પર્ફોર્મન્સની પ્રેક્ટિસ દરમિયાન પૂજા વિચિત્ર રીચે દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. હિંદુસ્તાનની એક રિપોર્ટ પ્રમાણે પૂજા પોતાની ઇજાને કારણે શૉને અલવિદા કહી રહી છે. જો કે અત્યાર સુધી મેકર્સ કે પૂજાએ આ બાબતે કોઇ જ માહિતી આપી નથી.

કેટલાક અઠવાડિયા પહેલા શૉમાંથી બહાર થયા પછી ઉર્વશીએ પોતાના એક્સ બૉયફ્રેન્ડ અનુજ સચદેવા સાથે ફરી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી છે, શૉમાં આવતાં જ અનુજ સચદેવા પોતાની ટેકનિકલ રિહર્સલ દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયો હતો જેના પછી તેને તાબડતોબ કોકિલાબેન હૉસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો.

સતત થતાં આ અકસ્માતોને જોતાં શૉના મંચ પર ધાર્મિક પૂજાઓ કરાવવામાં આવી રહી છે. શૉ સારી રીતે કોઇપણ અડચણ વિના પૂરું થઈ જાય તે માટે પૂજા રાખવામાં આવી.

આ પણ વાંચો : Nia Sharma: ટેલિવિઝનની આ અભિનેત્રીને મળ્યો સૌથી સેક્સી વુમનનો ખિતાબ

જણાવીએ કે આ પહેલા પણ શૉના સેટ પર અનેક દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે. હવે જોવાનું એ છે કે શૉમાં આગળ શું જોવા મળવાનું છે. શૉ પહેલાથી જ લડાઇને કારણે ચર્ચામાં છવાયેલું

Salman Khan salman khan controversies nach baliye 7 television news raveena tandon bollywood