મુઝસે શાદી કરોગી?

12 April, 2021 02:13 PM IST  |  Mumbai | Rashmin Shah

પર્ફોર્મન્સ દરમ્યાન મિકા સિંહે આ જ સવાલ પૂછી લીધો ગુજરાતી ભૂમિ ત્રિવેદીને

મુઝસે શાદી કરોગી?

ઝીટીવીના ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગના એક પર્ફોર્મન્સ દરમ્યાન પંજાબ લાયન્સના કૅપ્ટન મિકા સિંહે ‘મુઝસે શાદી કરોગી’ ફિલ્મના ટાઇટલ-ટ્રૅક પર ત્રણ કન્ટેસ્ટન્ટ સાથે પર્ફોર્મ કરતાં આ જ વાત ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીને પૂછી હતી અને એ પણ એક વાર નહીં, બબ્બે વાર. ભૂમિએ જોકે આ વાતને હસવામાં કાઢી નાખતાં પર્ફોર્મન્સ પૂરો થયા પછી મિકાએ હોસ્ટ કરણ વાહીનું માઇક લઈને ભૂમિને પૂછ્યું હતું, ‘હસો મત, જવાબ દો... મુઝસે શાદી કરોગી?’ ભૂમિ માટે ધર્મસંકટ જેવી આ પરિસ્થિતિમાં તેણે મસ્ત રીતે રસ્તો કાઢ્યો અને મિકાને કહ્યું કે ‘હું અહીં તમારે માટે દુલ્હન શોધવા જ આવી છું, એટલે જવાબ મારે નહીં, બીજી છોકરીઓએ આપવાનો છે. જોઈએ તમને શું જવાબ મળે છે.’ મસ્તીથી છલોછલ ભરેલી આ આખી મોમેન્ટ માટે ભૂમિને પૂછવામાં આવ્યું તો જવાબ આપવાને બદલે તે ખડખડાટ હસી પડી હતી.

television news bhumi trivedi entertainment news Rashmin Shah