મૌની રૉયે નાગિન 4ની કાસ્ટને કહ્યું, ઑલ ધ વેરી બેસ્ટ

09 December, 2019 11:31 AM IST  |  Mumbai

મૌની રૉયે નાગિન 4ની કાસ્ટને કહ્યું, ઑલ ધ વેરી બેસ્ટ

મૌની રૉય

૨૦૧૫થી શરૂ થયેલી એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ્સની સુપરનૅચરલ ફૅન્ટસી ડ્રામા સિરિયલ ‘નાગિન’ દર્શકોમાં અત્યંત લોકપ્રિય થઈ. એમાં કામ કરનાર કલાકારોની કરીઅર એને કારણે સેટ થઈ ગઈ. હવે ૧૪ ડિસેમ્બરે એની ચોથી સીઝનનું પ્રીમિયર થવાનું છે ત્યારે પહેલી અને બીજી સીઝનમાં મેઇન નાગિનનું કૅરૅક્ટર ભજવી ચૂકેલી અને ત્રીજીમાં ગેસ્ટ અપીરિઅન્સમાં આવેલી અભિનેત્રી મૌની રૉયે આવી રહેલી નાગિનની ચોથી સીઝન માટે શુભેચ્છા-સંદેશ આપ્યો છે.
મૌની રૉયે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘આ એક એવો શો છે જે મારા હૃદયની સૌથી નજીક રહ્યો છે અને આ શો થકી મને ફૅન્સ પાસેથી પણ બેશૂમાર પ્રેમ મળ્યો છે. એક દાયકા કરતાં વધુ સમયથી મને પ્રેમ કરનાર મારા ફૅન્સનો હું આભાર માનું છું. હવે આ નાગિનની ચોથી સીઝન આવી રહી છે ત્યારે હું એની આખી કાસ્ટને ઑલ ધ વેરી બેસ્ટ કહું છું અને મને વિશ્વાસ છે કે ‘નાગિન 4’  નંબર-વન શો બની રહેશે.’
મૌની રૉયે ૨૦૧૮માં અક્ષયકુમારની ‘ગોલ્ડ’ ફિલ્મ થકી હિન્દી ફિલ્મમાં ડેબ્યું કર્યું હતું અને છેલ્લે તે ‘મેડ ઇન ચાઇના’માં દેખાઈ હતી. જોવાનું એ છે કે જાસ્મિન ભસીન, નિયા શર્મા અને વીજેન્દર કુમેરીઆને ચમકાવતી ‘નાગિન’ની આ લેટેસ્ટ સીઝનમાં તે ફરી નાના પડદે કૅમિયો કરે છે કે નહીં.

mouni roy naagin ekta kapoor