‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’ને જજ કરશે મૌની રૉય

17 January, 2022 07:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’માં જજની ખુરશી સંભાળવાની છે

મોની રોય

‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’માં જજની ખુરશી સંભાળવાની છે મૌની રૉય. એને લઈને તેની ખુશી ક્યાંય સમાતી નથી. મૌનીએ અનેક રિયલિટી શોઝમાં ભાગ લીધો છે. સાથે જ તે મ્યુઝિક વિડિયો ‘ડિસ્કો બલમા’ અને ‘દિલ ગલતી કર બૈઠા હૈ’માં જોવા મળી હતી. અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે તેની ‘બ્રહ્માસ્ત્ર’ પણ રિલીઝ થવાની છે. ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’ને જજ કરવાને લઈને મૌનીએ કહ્યું કે ‘મારા માટે ડાન્સ એક એક્સપ્રેશન છે. વિવિધ કળાઓનું એ મિશ્રણ છે. ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’ને જજ કરવા માટે હું આતુર છું. નાનાં બાળકોને અને આટલા વિશાળ પ્લૅટફૉર્મ પર તેમની ટૅલન્ટ જોવા માટે ઉત્સાહિત છું.’

television news mouni roy