સૌથી હાઇએસ્ટ ટીઆરપી નરેન્દ્ર મોદી

10 April, 2020 05:41 PM IST  |  Mumbai Desk | Rashmin Shah

સૌથી હાઇએસ્ટ ટીઆરપી નરેન્દ્ર મોદી

ટીવી પર ટીઆરપી ખેંચી લાવવાનું કામ જો આ દેશમાં કોઈ કરતું હોય તો એ અમિતાભ બચ્ચન પણ નથી અને સચિન તેંડુલકર કે વિરાટ કોહલી પણ નથી. ટીઆરપી મીટર પર સૌથી ટોચ પર દેશમાં જો કોઈ નામ હોય તો એ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું છે. ટીવી-ઑડિયન્સના ડેટા પર કામ કરતી બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલે આપેલા આંકડા મુજબ નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસના લૉકડાઉનની જાહેરાત કરી એ ૨૪ માર્ચની તેમની સ્પીચ ૧૯.૭ કરોડ લોકોએ જોઈ હતી. કોઈ એક ઇવેન્ટમાં હાઇએસ્ટ ટીઆરપીનો રેકૉર્ડ છે. આ અગાઉ ગયા વર્ષે આઇપીએલની ફાઇનલ મૅચ ૧૩.૩ કરોડ લોકોએ જોઈ હતી, જે અત્યાર સુધીની સિંગલ ઇવેન્ટની હાઇએસ્ટ ટીઆરપી હતી.

આ અગાઉ નરેન્દ્ર મોદીએ જ્યારે નોટબંધીની અનાઉન્સમેન્ટ કરી હતી એ સ્પીચને પ.૭ કરોડની વ્યુઅરશિપ મળી હતી તો આર્ટિકલ-૩૭૦ની અનાઉન્સમેન્ટની સ્પીચ દેશના ૧૬.૩ કરોડ લોકોએ સાંભળી હતી તો જનતા કર્ફ્યુની અનાઉન્સમેન્ટની સ્પીચ ૧૯.૧ કરોડ લોકોએ સાંભળી હતી. આ બધા રેકૉર્ડને નરેન્દ્ર મોદીએ ૨૪ માર્ચે તોડ્યો તો એ પછીનો નવો રેકૉર્ડ પણ મોદીએ જ બનાવ્યો અને પોતાનો રેકૉર્ડ પણ મોદીએ જ તોડ્યો છે.

દીવા કરવાનું સૂચન કરવા માટે નરેન્દ્ર મોદીએ વિડિયો-સંદેશ આપ્યો જે દેશની ૨૧.૮ કરોડ જનતાએ સાંભળ્યો, જે ૩ એપ્રિલની સવારે ૯ વાગ્યે ઑનઍર થયો હતો. એવું અનુમાન બાંધવામાં આવે છે કે લૉકડાઉનની અવધિ પૂરી થયા પછી નરેન્દ્ર મોદી જે સ્પીચ આપવા આવશે એની વ્યુઅરશિપ આ રેકૉર્ડને તોડી નાખશે.

entertainment news narendra modi television news