અહમ્ અને જગ્ગી બન્ને જોવા મળશે સાથ નિભાના સાથિયામાં

13 October, 2020 06:07 PM IST  |  Mumbai | Rashmin Shah

અહમ્ અને જગ્ગી બન્ને જોવા મળશે સાથ નિભાના સાથિયામાં

મોહમ્મદ નઝીમ

દસ વર્ષે ફરી એક વાર આવી રહેલા શો ‘સાથ નિભાના સાથિયા’ની આ સેકન્ડ સીઝનને લૉકડાઉન ફળ્યું છે એવું કહેવામાં કશું ખોટું નથી. લૉકડાઉનમાં પહેલી સીઝન રીટેલિકાસ્ટ કરતાં એને જે લેવલ પર રિસ્પૉન્સ મળ્યો એ જોઈને ચૅનલે નક્કી કર્યું કે સેકન્ડ સીઝન લાવવી. ૧૦ વર્ષ પછી ફરી આવી રહેલી ‘સાથ નિભાના સાથિયા’માં દેવોલિના ભટ્ટાચાર્ય અને રૂપલ પટેલ ઉપરાંત મોહમ્મદ નઝીમ પણ જોવા મળશે અને મોહમ્મદ નઝીમ ડબલ રોલમાં જોવા મળશે. મોહમ્મદે કહ્યું કે ‘ગઈ સીઝનમાં પણ મેં ડબલ રોલ કર્યા હતા. અહમ્ અને જગ્ગીના આ જ રોલને અહીં કન્ટિન્યુ કરવામાં આવશે, પણ બન્ને કૅરૅક્ટરમાં ઘણો ચેન્જ લાવવામાં આવ્યો છે. મારે માટે આ રોલ ચૅલેન્જિંગ રહ્યો છે.’

‘સાથ નિભાના સાથિયા’ આ સોમવારથી શરૂ થશે.

entertainment news television news indian television tv show star plus Rashmin Shah