મહિલાઓ સાથે થતા અન્યાય સામે પુરુષોએ પણ અવાજ ઉઠાવવો જોઈએ: નકુલ મેહતા

31 January, 2021 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાઓ સાથે થતા અન્યાય સામે પુરુષોએ પણ અવાજ ઉઠાવવો જોઈએ: નકુલ મેહતા

નકુલ મેહતા

ટેલિવિઝન ઍક્ટર નકુલ મેહતાએ અપીલ કરી છે કે જ્યારે મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો હોય તો પુરુષોએ મૂક દર્શક ન બનવું જોઈએ અને એની વિરોધમાં અવાજ બુલંદ કરવો જોઈએ. નકુલ એક કૅમ્પેન સાથે જોડાયો છે જેમાં મહિલાઓની સલામતીને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આ વિશે નકુલે કહ્યું હતું કે ‘મહિલાઓના સન્માન અને તેમની સુરક્ષા માટે ઊભા રહેવું એ દરેક પુરુષ માટે સ્વાભાવિક હોવું જોઈએ. ઘણાં વર્ષોથી આપણે મહિલાઓને સમાન દરજ્જો મળે એ વિશે કહેતા આવ્યા છીએ. જોકે હજી સુધી એ દિશામાં નક્કર પગલાં લેવામાં નથી આવ્યાં. મૂળભૂત અધિકારો જેવા કે સલામતી માટે મહિલાઓએ એકલા લડવું પડી રહ્યું છે. હવે સમય આવ્યો છે કે આપણે પુરુષોએ પણ આ દિશામાં આગેવાન થવું જોઈએ અને મહિલાઓને એ વાતની ખાતરી અપાવવી જોઈએ કે પુરુષોની હાજરી અને ગેરહાજરીમાં પણ તે અસુરક્ષિત ન અનુભવે. પુરુષોએ આ અભિયાનને આગળ ધપાવીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.’

entertainment news indian television television news tv show nakuul mehta