ભૂમિકા ગુરંગને પૂજા ગોરની કઈ વાત વધારે ગમે છે?

27 July, 2021 03:09 PM IST  |  Mumbai | Rashmin Shah

‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ની સેકન્ડ સીઝનમાં કામ કર્યા પછી ભૂમિકા કહે છે કે પૂજાનું પૅશન્સ અદ્ભુત છે

ભૂમિકા ગુરંગ

સ્ટાર ભારતના શો ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ની સેકન્ડ સીઝનમાં એન્ટર થયેલી ભૂમિકા ગુરંગને આખા શોમાં જો સૌથી વધારે કંઈ ગમતું હોય તો એ પ્રતિજ્ઞાનું લીડ કૅરૅક્ટર કરનારી પૂજા ગોર અને પૂજા ગોરની જો કોઈ એક વાત બહુ ગમતી હોય તો એ છે તેનું પૅશન્સ. ભૂમિકા કહે છે, ‘પૂજાને તમે ઇરિટેટ થતી ક્યારેય ન જુઓ. પોતે ભૂલ ન કરતી હોય અને કો-ઍક્ટર્સ એકધારા ભૂલ કરતા હોય તો પણ પૂજા એકદમ શાંત હોય. પૂજાનું આ પૅશન્સ જ પૂજાની સક્સેસનું રહસ્ય છે.’

એક ઍક્ટ્રેસ સામાન્ય રીતે બીજી કોઈ ઍક્ટ્રેસની વાત કરતી વખતે આટલી આદરમય ન જ હોય અને એ પછી પણ ભૂમિકાનો પૂજા માટેનો આદર જરાય ઓછો નથી થઈ રહ્યો. ભૂમિકા કહે છે, ‘પૂજા ફ્લોર પર સૌથી પહેલી આવે અને ફ્લોર પર સૌથી છેલ્લે રવાના થાય. તે આગળના દિવસના સીન્સ પણ સાથે લઈ જાય અને પૂરેપૂરી તૈયારી સાથે જ બીજા દિવસે સેટ પર આવે.’

television news pooja gor entertainment news